તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જામનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ, આજે રેકોર્ડબ્રેક 202 કેસ નોંધાયા

જામનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાની સારવાર દરમિયાન આજે 16 દર્દીના મોત

જામનગર શહેર અને જિલ્લામાં પણ કોરોનાના રોજબરોજ રેકોર્ડબ્રેક આંકડાઓ સામે આવી રહ્યા છે. જિલ્લામાં ગઈકાલે રેકોર્ડબ્રેક 151 કેસ નોંધાયા બાદ આજે 202 કેસના આંક સાથે નવો રેકોર્ડ થયો છે. શહેરી વિસ્તારની માફક ગ્રામ્ય વિસ્તારમાં પણ ચિંતાજનક રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે.

જામનગર જિલ્લામાં આજે જે 202 કેસ નોંધાયા છે તેમાં 109 કેસ શહેરી વિસ્તારમાં અને 93 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. તો 84 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહેતા આજે ડીસ્ચાર્જ કરવામા આવ્યા હતા.

તો આજે કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન 16 દર્દીઓના મોત નિપજ્યા હતા.

જામનગર જિલ્લામાં છેલ્લા આઠેક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. શહેરમાં અત્યાર સુધી કુલ 258952 સેમ્પલ લેવાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધી કુલ 208689 સેમ્પલ લેવાયા છે.

જામનગર શહેરમાં આજથી રાત્રિ કફર્યૂનો અમલ થવાનો છે ત્યારે કલેકટર અને કમિશનરે લોકોને કોવિડ ગાઈડલાઈન્સનું ચુસ્તપણ પાલન કરવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો