તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જામનગર શહેર જિલ્લામાં કોરોનાનો કહેર, આજે વધુ 47 કેસ, 2 મોત

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરની સમકક્ષ ગ્રામ્યમાં પણ સંક્રમણ વધ્યું

જામનગરમાં શહેર અને જિલ્લામાં આજે કોરોનાના વધુ 47 કેસ નોંધાયા છે. જેમાં આજે નોંધાયેલા કેસોમાં શહેરમાં 23 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 24 કેસ નોંધાયા છે. જ્યારે કોવિડ હોસ્પિટલમાં 2 મૃત્યુ થયા છે.

શહેરી વિસ્તારોમાં 23 કોરોના પોઝિટિવ કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ 24 કેસ નોંધાયા છે નોંધાયા જયારે જામનગર શહેર-જિલ્લામાં 24 દર્દીઓ કોરોનાથી સાજા થઇ ડિસ્ચાર્જ કર્યા છે. જેમાં જામનગર જિલ્લામાં રોજે રોજ કોરોના વિસ્ફોટ થયો હોય તેમ દિવસેને દિવસે ડબલ ડિજિટમાં કોરોના કેસ આવી રહ્યાં છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં વધુ પ્રસરી રહ્યો છે. આજે 24 કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે. જ્યારે શહેરી વિસ્તારોમાં 23 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના સંક્રમણ વધતા જાહેર સ્થળો પર લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન સહિતની કોઈ ગાઇડલાઇનનું પાલન કરે તે જરૂરી છે.

શહેરમાં અત્યાર સુધી 240750 સેમ્પલ લેવાયા છે મહાનગરપાલિકાના કમિશનર સતિષ પટેલ અને ડેપ્યુટી કમિશનર વસ્તાની કોરોના સંક્રમણ વધુ ના ફેલાય માટે છ ટીમો પણ બનાવી છે. જે લોકોને પ્રારંભમાં ગાઈડલાઈનના પાલનની સૂચના આપશે બાદમાં બેદરકાર લોકો સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં અત્યાર સુધી 240750 સેમ્પલ લેવાયા છે અને ગ્રામ્ય વિસ્તારમાં 196692 સેમ્પલ લેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો