તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • Corona Goes Out Of Control In Jamnagar District, Record Breaking 245 Cases Reported In The District Today, 10 Patients Die During Corona Treatment

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જામનગર જિલ્લામાં કોરોના બન્યો બેકાબૂ, આજે જિલ્લામાં રેકોર્ડબ્રેક 245 કેસ નોંધાયા, કોરોનાની સારવાર દરમિયાન 10 દર્દીના મોત

જામનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સંક્રમણ વધતા શહેરના બાગ બગીચા 20 તારીખ સુધી બંધ

જામનગર શહેર અને જિલ્લામાં પણ કોરોનાના રોજબરોજ રેકોર્ડબ્રેક આંકડાઓ સામે આવી રહ્યા છે. જિલ્લામાં ગઈકાલે રેકોર્ડબ્રેક 202 કેસ નોંધાયા બાદ આજે 245 કેસના આંક સાથે નવો રેકોર્ડ થયો છે. શહેરી વિસ્તારની માફક ગ્રામ્ય વિસ્તારમાં પણ ચિંતાજનક રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે.

શહેરની સમકક્ષ ગામડાઓમાં નોંધાયા કેસજામનગર જિલ્લામાં આજે જે 245 કેસ નોંધાયા છે તેમાં 128 કેસ શહેરી વિસ્તારમાં અને 117 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. તો 46 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહેતા આજે ડીસ્ચાર્જ કરવામા આવ્યા હતા. તો આજે કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન 10 દર્દીઓના મોત નિપજ્યા હતા.

શહેરમાં સંક્રમણ વધતા બાગ-બગીચા બંધ કરવાનો નિર્ણયજામનગર શહેરમાં કોરોના બેકાબૂ બનતા પ્રશાસને શહેરના લાખોટા તળાવ, એમ્યુઝમન્ટ પાર્ક, જામ રણજીતસિંહ પાર્ક અને મહાનગરપાલિકા હસ્તકના તમામ બગીચાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ તમામ બગીચા 9 એપ્રિલથી 20 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. લાખોટા તળાવ પર સવારે લોકો મોર્નિંગ વોક કરી શકે તે માટે 6 થી 9 દરમિયાન ખુલ્લું રહેશે. જો કે, અહીં મોર્નિગ વોક માટે આવતા લોકોએ માસ્ક અને સોશિયલ ડીસ્ટંસનું પાલન કરવાનું રહેશે.

જ્યારે જામ રણજીતસિંહ પાર્ક સરદાર વલ્લભભાઈ પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક તથા જામનગર મહાનગરપાલિકા હસ્તગત આવેલ તમામ બાગ બગીચા સંપૂર્ણપણે બંધ રહેશે. તો ટાઉનહોલ માત્ર જામનગર મહાનગરપાલિકા અને સરકારી કામકાજ માટે જ વપરાશે.

ટેસ્ટ રિપોર્ટ હશે તો જ સ્પોર્ટસ કોમ્પલેક્સમાં એન્ટ્રીશહેરના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં 45 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિ પાસે એન્ટ્રી માટે વેક્સિનેશન લીધા નું સર્ટીફીકેટ સાથે હશે તેને જ એન્ટ્રી આપવાનો નિર્ણય લેવાયો છે. અને 45 વર્ષથી નીચેની દરેક વ્યક્તિને એન્ટીજન ટેસ્ટ નું સર્ટિફિકેટ સાથે રાખવાનું રહેશે અને જે ટેસ્ટ કરાવ્યા દસ દિવસ સુધી જ માન્ય રહેશે તેને જ કોમ્પલેક્સમાં એન્ટ્રી મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો