સામાજિક બદલાવ:કોરોનાએ સંખ્યાબંધ લોકોને વ્યવસાય ફેરવવા મજબૂર કર્યા

જામનગર4 મહિનો પહેલાલેખક: કેશા ઠાકર
  • કૉપી લિંક
સ્મિત મહેતા, જામનગર. - Divya Bhaskar
સ્મિત મહેતા, જામનગર.
  • મહામારી હવે અંતિમ શ્વાસ લઇ રહી હોવા છતાં મંદીના લીધે મુળ વ્યવસાયમાં પુન: પરત ફરી શકતા નથી

જામનગર સહિત સમગ્ર વિશ્વમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાએ આતંક મચાવ્યો છે. ખાસ કરીને મહામારીની માઠી અસર વેપાર ક્ષેત્રમાં વ્યાપક જોવા મળી છે. કોરોના પર કાબૂ મેળવવા સરકાર દ્વારા લાદવામાં આવેલા લોકડાઉન, કડક નિયંત્રણ, નાઈટ કર્ફ્યું અને લોકોમાં રહેલા મહામારી ડરને કારણે અમુક વેપાર-ધંધા બંધ થયા છે તો અમુક ખૂબ જ મંદ ગતિએ ચાલી રહ્યા છે. જેના કારણે વેપારીઓને પોતાનું ગુજરાન ચલાવવું ખુબ અઘરૂં બન્યું છે.

આ કપરી પરિસ્થિતિમાં પેટનો ખાડો પુરવા મજબૂરીથી અન્ય વેપાર ધંધા તથા નોકરી કરવાની નોબત આવી છે. બીજી તરફ કોરોનાના કારણે કર્મચારીઓની છટણીથી નોકરી ગુમાવવી પડતા અન્ય વ્યવસાય કરવાની ફરજ પડી હોવાનું યુવાનો અને વેપારીઓએ જણાવ્યું છે. મહામારીની અસર હવે નહીવત રહેવા છતાં મંદીના કારણે આ ધંધાર્થીઓ પોતાના મુળ વ્યવસાયમાં પરત ફરી શક્યા નથી.

મુવી એડિટર ગાંઠીયા વણવા માંડ્યા
અમદાવાદમાં છેલ્લા ત્રણ વર્ષથી હું ફોટોગ્રાફી અને મુવી એડિટિંગના કામ સાથે સંકળાયેલો હતો. પણ મહામારી કોરોનાના કારણે કોસ્ટ કટીંગમાં મારી નોકરી છુટી ગઇ એટલે મારે વતન જામનગરમાં પરત આવી જવું પડ્યું. પરિવારનું ગુજરાન ચલાવવા પિતાને આર્થિક મદદ કરવાના હેતુથી હવે મે ગાંઠિયાનો વેપાર શરૂ કરી દીધો છે. - સ્મિત મહેતા, જામનગર.

કંદર્પ નેગાંધી, જામનગર.
કંદર્પ નેગાંધી, જામનગર.

ડીજેએ ખેતર ખેડવાનું ચાલુ કર્યુ
12 વર્ષથી હું લગ્નમાં ડીજે વગાડી રહ્યો છું. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી લોકડાઉનના સતત ચડાવ-ઉતારથી ડીજેનો ધંધો મહદઅંશે બંધ થયો છે. લગ્નગાળામાં 50 લોકોની જ છૂટ આપી છે જેના કારણે મોટાભાગના લગ્ન રદ થઈ ગયા છે. જેથી કામ મળતું ન હોય પરિવારનું ગુજરાન ચલાવવા માટે ખેતી કામ કરી રહ્યો છું. - કંદર્પ નેગાંધી, જામનગર.

લાલજીભાઈ નાખવા, જામનગર.
લાલજીભાઈ નાખવા, જામનગર.

ફોટોગ્રાફરે ફુટનો વેપાર માંડી દીધો
છેલ્લાં 18 વર્ષથી ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. પરંતુ કોરોના મહામારીને કારણે લગ્નમાં માત્ર 50 લોકોને જ છૂટથી કામ બિલકુલ મળતું ન હતું. આથી પરિવારનું ગુજરાન ચલાવવા કોઇને કોઇ વ્યવસાય કરવો જરૂરી હતો. પરંતુ મોટું મૂડીરોકાણ શકય ન હોય ફ્રુટની લારી કરવાની ફરજ પડી છે. - લાલજીભાઈ નાખવા, જામનગર.

ગજરા અરવિંદ, જામનગર
ગજરા અરવિંદ, જામનગર

ફોટોગ્રાફી ન ચાલતા મજૂરી શરૂ કરી
છેલ્લાં 14 વર્ષથી હું ફોટોગ્રાફી કરી રહ્યો હતો. પરંતુ દોઢ વર્ષથી મારા વ્યવસાય પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કોરોનાના પગલે સરકારે લગ્નમાં ફકત 50 લોકોને છૂટ આપી છે. જેથી મોટા ભાગના લગ્નો બંધ રહેતા મસમોટો આર્થિક ફટકો પડતા ઘરનું ગુજરાન ચલાવવા મારા પિતા સાથે છુટક મજુરી કામ કરી રહ્યો છું. - ગજરા અરવિંદ, જામનગર.

બિમલ ઓઝા, જામનગર.
બિમલ ઓઝા, જામનગર.

એન્કરિંગ બંધ થતાં લેબોરેટરીમાં કામ ચાલુ કર્યુ
​​​​​​​ કોરોના સંક્રમણને નાથવા સરકાર દ્વારા લગ્નમાં માત્ર 50 લોકોની છુટ આપવામાં આવી છે. જેને કારણે લગ્ન ખૂબ ઓછા થઈ રહ્યા છે. મોટાભાગના લોકો ઘર મેળે જ લગ્ન પતાવી રહ્યા છે. જેના કારણે 30 વર્ષનું એન્કરિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટની કરિયર છોડીને પરિવારનું ગુજરાન ચલાવવા માટે લેબોરેટરીમાં કામ કરવાની ફરજ પડી છે. -બિમલ ઓઝા, જામનગર.

હાર્દિક ભટ્ટ , જામનગર.
હાર્દિક ભટ્ટ , જામનગર.

ધંધો ઠપ થતાં એમઆરની નોકરીમાં જાેડાઇ ગયો
​​​​​​​ પાંચ વર્ષથી મારે ઈમીટેશન જ્વેલરીની દુકાન હતી. પરંતુ કાેરોના મહામારીને કારણે લોકડાઉન આવ્યંુ અને મારો ધંધો સંપૂર્ણપણે ઠપ્પ થઇ ગયો. જેથી પરિવારનું ગુજરાન ચલાવવા વ્યવસાય બંધ કરી નોકરી કરવાની ફરજ પડી છે. જો કે, વ્યવસાય હોવા છતાં ભણ્યો હોવાથી ભણતર કામ આવ્યું અને એમ.આરની નોકરી મળી છે. ઉપરાંત ઘરે મોબાઈલ રિચાર્જનું કામ કરી રહ્યો છું. - હાર્દિક ભટ્ટ , જામનગર.

અન્ય સમાચારો પણ છે...