તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બ્લાસ્ટ:ગોપ ગામમાં થયો કોરોના વિસ્ફોટ, એક દિવસમાં 11 કેસ, ગ્રામપંચાયતે જાહેર કર્યું લોકડાઉન

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગ્રામ પંચાયત તારીખ 25 થી 31 સુધી લોકડાઉન જાહેર કર્યું
 • ગામ લોકોને અપીલ કરી

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગોપ ગામે કોરોના વિસ્ફોટ થતા સમગ્ર ગામ સહીત આરોગ્ય તંત્રમાં ભયનું લખલખું પ્રસરી ગયું છે. એક સાથે 11 ગ્રામજનો કોરોનાગ્રસ્ત થતા ગ્રામપંચાયત દ્વારા લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ સુધી ગામમાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય બધું બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જામનગર જિલ્લામાં કોરોના ધીરે ધીરે ફરીથી માથું ઊંચકી રહ્યો છે. આ વખતે શહેરની સાથે ગ્રામ્યમાં પણ વાયરસ પ્રબળ બનતા જિલ્લાભરમાં ભયનો માહોલ ઉભો થયો છે. ગઈ કાલે શહેર-જિલ્લામાં 36 દર્દીઓ નોંધાયા હતા. જે સતત વધારો સૂચવે છે. કોરોનાના વધતા જતા કેસ વચ્ચે જામ જોધપુર તાલુકાના મોટી ગોપ ગામે તો કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એક સાથે 11 ગ્રામજનો કોરોના પોઝિટિવ જાહેર થતા ગામમાં ભય ફેલાયો છે. કોરોના ફેલાવાને લઈને ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો અને સ્વૈચ્છિક લોક ડાઉન માટે અપીલ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતે કરેલ ઠરાવ મુજબ આગામી તા. 25 થી 31 સુધી લોકડાઉન કરવા અને સહકાર આપવા ગ્રામજનોને અપીલ કરી છે. આ પાંચ દિવસના ગાળા દરમિયાન જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સિવાય અન્ય દુકાનો અને સંસ્થાનો બંધ રાખવા તાકીદ કરવામાં આવી છે.

આ બાબતે સરપંચ પતિ ભરતભાઈ પાથરના જણાવ્યા અનુસાર આજે 11 કેસ નોંધાયા છે. જયારે છેલ્લા ત્રણ દિવસમાં 27 દર્દીઓ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી ત્રણ દર્દીઓના તો મૃત્યુ થયા હોવાનું ઉમેર્યું છે. સતત વધતા જતા દર્દીઓને લઈને અને આગામી તહેવારમાં વધુ જનમેદની એકત્ર ન થાય તે માટે અગમચેતીના ભાગ રૂપે આ નિર્ણય કરાયો હોવાનું જણાવ્યું છે. જોકે કોરોનાની મહામારી સામે ગ્રામજનોએ ભય પામવાની જરૂર જ નથી. બસ કોરોનાની જે જે ગાઈડ લાઈન છે તેનું ચુસ્ત પાલન કરવામાં આવે તો આ મહામારી સામે ચોક્કસ લડી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો