તંત્ર સફાળુ જાગ્યું:જામજોધપુર શહેરમાં કોરોના વિસ્ફોટ થયો, જુદા જુદા કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા, કોન્ટેકટ ટ્રેસિંગ કરાયા

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં માસ્કના નિયમનો ભંગ કરનારા સામે પોલીસની તવાઇ

જામજોધપુરમાં સોમવારે 13 છાત્ર પોઝિટીવ જાહેર થતા આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો હતો અને શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આરોગ્ય ટીમએ પોઝીટીવના સંપર્કમાં આવેલા લોકોના પણ પરીક્ષણ કર્યા હતા.જયારે લોકો પણ જાગૃત બન્યા છે. પોલીસે પણ માસ્ક સહિતના નિયમનો ઉલાળીયો કરનારા અમુક બેદરકારો પર તવાઇ બોલાવી હતી. ભંગ કરનારા સામે બેદરકાર કાર્યવાહી કરી હતી.

જામજોધપુરથી અભ્યાસ અર્થે ઉપલેટાની ખાનગી શાળામાં જતા 35 જેટલા વિધાર્થીના કોરોના ટેસ્ટ કરાતા 13 વિધાર્થીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.કોરોના વિસ્ફોટના પગલે તંત્ર પણ સફાળુ જાગ્યુ હતુ.જયારે લોકો પણ જાગૃત બન્યા છે.મોટા ભાગના લોકો પણ હવે માસ્ક સહિતના નિયમોનુ મહદઅંશે પાલન કરતા જોવા મળી રહયા છે.જયારે માસ્ક વિના ટહેલનારા સામે પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...