તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જામનગર જિલ્લામાં કોરોના વિસ્ફોટ, આજે નવા 97 કેસ નોંધાયા

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય વિસ્તારમાં પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે કેસ

જામનગર જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યામાં અચાનક ઉછાળો આવ્યો છે. આજે જિલ્લામાં નવા 97 કેસ નોંધાયા છે. જેમાં 54 કેસ શહેરી વિસ્તારમાં નોંધાયા છે તો 43 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે.

જામનગર જિલ્લામાં એક સમયે દરરોજ 100 આસપાસ કેસ નોંધાતા હતા. જોકે, બાદમાં સંક્રમણ પર કાબૂ મેળવવામા સફળતા મળી હતી. હવે ફરી એકવાર શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં જેટ ગતિએ વધારો જોવા મળ્યો છે અને એક જ દિવસમાં પોઝિટિવ કેસનો આંકડો 100ની નજીક પહોંચી ચૂક્યો છે.

જામનગર જિલ્લામાં શહેરની માફક ગ્રામ્ય વિસ્તારમાં પણ ચિંતાજનક રીતે સંક્રમણ વધી રહ્યું છે. જિલ્લામાં આજે 37 દર્દીઓ સાજા થતા ડીસ્ચાર્જ કરવામા આવ્યા હતા. કોરોનાના ટેસ્ટ માટે શહેરમાં અત્યાર સુધી 252907 સેમ્પલ લેવાયા છે અને ગ્રામ્ય વિસ્તારમાં 204617 સેમ્પલ લેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો