તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જામનગર જિલ્લામાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો, આજે કોરોના પોઝિટિવના 743 નવા કેસ આવ્યા

જામનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 60 દર્દીના મોત થયા
 • આજે 406 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે

જામનગર જિલ્લામાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આજે કોરોના પોઝિટિવના નવા 743 કેસ નોંધાયા છે. મહત્વનું છે કે, જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યાં હતા. જો કે, આજે ગઈકાલની સરખામણીમાં ઓછા કેસ નોંધાતા રેકોર્ડબ્રેક કેસ પર બ્રેક લાગી છે.

390 કેસ શહેરી વિસ્તારમાં અને 353 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા

જામનગર જિલ્લામાં આજે 743 કેસ નોંધાયા છે. તેમાં 390 કેસ શહેરી વિસ્તારમાં અને 353 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. તો 406 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહેતા આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો આજે કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન 60 થી વધુ દર્દીઓના મોત નિપજ્યા હતા. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 3 લાખ 33 હજાર 326 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 2 લાખ 59 હજાર 433 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

જનસેવા-ઇ-ધરા કેન્દ્રમાં કામગીરી 15 મે સુધી બંધ
સરકારી કચેરીઓમાં ભીડ એકઠી ન થાય તેવા હેતુથી જામનગર જિલ્લાની તમામ મામલતદાર કચેરીમાં કાર્યરત જનસેવા તથા ઇ-ધરા કેન્દ્રોમાં અરજદારોને લગતી કામગીરી 1 થી 15 મે સુધી બંધનો નિર્ણય કરાયો હોવાનું નિવાસી અધિક કલેકટર રાજેન્દ્રસિંહ સરવૈયાએ જણાવ્યું છે. માત્ર ઓનલાઇન અરજી સ્વીકારી તે અંગેની કાર્યવાહી કરાશે. અતિ અગત્યની કામગીરી હોય તો સબંધિત તાલુકા મામલતદારનો સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો