તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જામનગર જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો યથાવત, આજે 545 નવા કેસ સામે 598 દર્દી ડીસ્ચાર્જ થયા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • 24 કલાકમાં સારવાર દરમિયાન 70 દર્દીના મોત

જામનગર જિલ્લામાં કોરોનાનાને લઈ થોડા રાહતના સમાચાર આવ્યા છે. આજે વધુ એકવાર નવા કેસ કરતા ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધુ આવી છે. જામનગર જિલ્લામાં આજે 545 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 598 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.જો કે, કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓના મોતના આંકડામાં નજીવો ઘટાડો જ નોંધાયો છે.

જામનગર જિલ્લામાં આજે 545 કેસ નોંધાયા છે. જેમાં 323 કેસ શહેરી વિસ્તારમાં તો 222 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ છે કે, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં 598 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.

જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 3 લાખ 53 હજાર 277 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 2 લાખ 61 હજાર 731 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

રાજ્યના જે 10 જિલ્લામાં 18 વર્ષથી મોટી ઉમરના લોકોને રસી આપવાનો નિર્ણય કરાયો છે તેમાં જામનગરનો પણ સમાવેશ કરાયો છે. જામનગરમાં હાલ 45 વર્ષથી મોટી ઉમરના અને 18 વર્ષથી ઉપરની ઉમરના લોકોનું રસીકરણ ચાલી રહ્યું છે. 18 વર્ષથી વધુ ઉમરના લોકોના રસીકરણને લઈ હાલ યુવાઓમાં સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...