તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જામનગરમાં કોરોના કેસ અને મૃત્યુઆંકમાં ઘટાડો યથાવત, આજે નવા 511 કેસ

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની સારવાર દરમિયાન 40 દર્દીના મોત
  • આજે 574 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યા

જામનગર જિલ્લામાં કોરોનાનાને લઈ થોડા રાહતના સમાચાર આવ્યા છે. આજે વધુ એકવાર નવા કેસ કરતા ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધુ આવી છે. જામનગર જિલ્લામાં આજે 511 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 574 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.જો કે, કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓના મોતના આંકડામાં નજીવો ઘટાડો જ નોંધાયો છે.

જામનગર જિલ્લામાં આજે 511 કેસ નોંધાયા છે. જેમાં 305 કેસ શહેરી વિસ્તારમાં તો 206 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ છે કે, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં 574 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.

જ્યારે આજે 45 વર્ષથી ઉપરના રસીકરણ માટેની અગત્યની સુચના આપવામાં આવી હતી જેમાં 45 વર્ષથી ઉપરના લોકોએ પ્રથમ ડોટ કોવિશિલ્ડનો લીધેલ હોય તેઓને 28 દિવસ પછી લેવાનો થતો હોય પરંતુ આજરોજ સરકારની ગાઈડલાઈન મુજબ પ્રથમ ડોઝ લીધા બાદ 42 દિવસ પછી બીજો ડોઝ લેવાની સુચના આપવામાં આવી હતી.

જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 3 લાખ 57 હજાર 371 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 2 લાખ 64 હજાર 532 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

રાજ્યના જે 10 જિલ્લામાં 18 વર્ષથી મોટી ઉમરના લોકોને રસી આપવાનો નિર્ણય કરાયો છે તેમાં જામનગરનો પણ સમાવેશ કરાયો છે. જામનગરમાં હાલ 45 વર્ષથી મોટી ઉમરના અને 18 વર્ષથી ઉપરની ઉમરના લોકોનું રસીકરણ ચાલી રહ્યું છે. 18 વર્ષથી વધુ ઉમરના લોકોના રસીકરણને લઈ હાલ યુવાઓમાં સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...