તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Corona Case Reported In The District After 6 Days, Three Patients Including Two Foreigners In Treatment, No New Case In The City: No Death

કોરોના અપડેટ:જિલ્લામાં 6 દિવસ બાદ કોરોનાનો કેસ નોંધાયો, બે વિદેશી સહિત ત્રણ દર્દી સારવારમાં, શહેરમાં નવો કેસ નહીં: કોઇ મૃત્યુ નહીં

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

જામનગર શહેર-જિલ્લો કોરોના મુકિત તરફ ગતિ કરી રહ્યો છે. કારણ કે, જિલ્લામાં છ દિવસ બાદ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે. જો કે, શહેરમાં કોઇ કેસ નોંધાયો નથી. 24 કલાકમાં કોઇ દર્દીનું મૃત્યુ નિપજયું નથી. જી.જી.હોસ્પિટલમાં બે વિદેશી સહિત ત્રણ દર્દી સારવારમાં છે.જામનગરમાંથી કોરોના નાબૂદ થઈ રહ્યો હોય તેમ ગુરૂવારે પાંચમા દિવસે કોઈ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. પરંતુ શુક્રવારે જિલ્લામાં કોરોનાનો નવો પોઝિટિવ કેસ નોંધાયો હતો. જયારે શહેરમાં કોઇ કેસ નોંધાયો ન હતો.

બીજી બાજુ જી.જી.હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ગુરૂવારે રાત્રીથી શુક્રવારે સાંજ સુધીમાં કોઇ દર્દીનું મૃત્યુ નિપજયું ન હતું. જો કે, કોવિડ વોર્ડમાં સારવાર લઇ રહેલા કોઇ દર્દી સ્વસ્થ ન થતાં ડિસ્ચાર્જ કરાયા ન હતાં. જી.જી. હોસ્પિટલમાં માત્ર બે વિદેશી નાગરિક સહિત ત્રણ દર્દી સારવાર હેઠળ છે. તેવી જ રીતે મ્યુકોરમાઈકોસિસના પણ માત્ર એક જ દર્દી સારવાર હેઠળ છે. એકંદરે મહામારી હવે સંપૂર્ણ પણે કાબુમાં હોવાનું કહી શકાય.

અન્ય સમાચારો પણ છે...