જામનગર કોરોના LIVE::જિલ્લામાં આજે નવા 335 કેસ, એક્ટિવ કેસનો આંક 1750ને પાર પહોંચ્યો

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં 255 કોરોના પોઝિટિવ નોંધાયા અને 85 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા
  • જીલ્લામાં 80 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા અને 24 દર્દીઓ કોરોના અને માત આપવામાં સફળ

જામનગર શહેર જિલ્લામાં આજે કોરોનાના નવા 335 પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. શહેર માં 255 કોરોના કેસ આવ્યા જિલ્લામાં હવે 80 કોરોના પોઝિટિવ કેસ આવ્યા જયારે એક્ટિવ સંખ્યા વધીને 1750ને પાર પહોંચી ચૂકી છે. નોંધનીય છે કે, જામનગરમાં રાજ્યનો પ્રથમ ઓમિક્રોન વેરિયન્ટનો પોઝિટિવ કેસ નોંધાયો હતો.

જામનગર જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાવાનો સિલસિલો યથાવત છે. આજે એક જ દિવસમાં કોરોનાના નવા 335 કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જિલ્લામાં હવે એક્ટિવ કેસની સંખ્યા વધીને 1750 ને પાર પહોંચી ચૂકી છે.

જામનગર શહેરમાં ઓમિક્રોન વેરિઅન્ટના પણ 5 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા હોવાથી આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. જામનગર શહેરમાં કોવિડ ગાઈડલાઈનનો કડક અમલ શરૂ કરાયો છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 6 લાખ 23 હજાર 628 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 5 લાખ 48 હજાર 572 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

એસટી બસ સ્ટેન્ડમાં મુસાફરોના રેપિડ ટેસ્ટ કરાયા, માસ્ક સંદર્ભે દંડનીય કાર્યવાહી કરાઈ
જામનગર સહિત રાજ્યમાં છેલા કેટલાક દિવસોથી કોરોના પ્રકોપ વકરી રહ્યો હોવાથી પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાના ત્રીજા તબક્કાના ભય વચ્ચે કોરોના ફેલાતો અટકાવવા જામનગરમા એસટી વિભાગ દ્વારા મુસાફરોના રેપિડ ટેસ્ટ ફરી શરૂ કરવામાં આવ્યા છે.

કોરોનાની ત્રીજી લહેરને ભણકારા વચ્ચે રાજ્યના અન્ય શહેરોની માફક જામનગરમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે જામનગરમાં એસ ટી વિભાગ દ્વારા બંધ કરાયેલ રેપીડ ટેસ્ટની કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે જેમાં એસટી બસ સ્ટોપ પર મુસાફરોનું ચેકિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે. આ સાથે બસ સ્ટેન્ડ પર પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે. કોરોનાના સંક્રમણને અટકાવવા બસમાં મુસાફરી કરતા તમામ મુસાફરોનું રેપિડ કીટથી ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં બસ સ્ટેન્ડમાં બહારથી આવતા કે જતા કોઇ મુસાફર સંક્રમિત સંકર્મીત જણાઈ તો તરત જ સારવાર માટે ખસેડવામાં આવી રહ્યાં છે.બીજી તરફ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવતા અમુક મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળતો હોવાથી કેટલાક મુસાફરો એસટી બસની મુસાફરી માંડી વાળતા હોવાનું પણ સામે આવ્યું છે.

જ્યારે બીજી બાજુ જામનગરમાં સહિત રાજયમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે તમામ લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે.છતાં પણ ઘણી જગ્યાએ માસ્કના નિયમોનું પાલન થતું હોતું નથી ત્યારે આજે સવારે જામનગરમાં માસ્ક અંગે વિવિધ ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવતા મનપા દ્વારા 12000 નો દંડ વસુલવામાં આવ્યો હતો. જામનગર મહાનગર પાલિકાની સોલીડ વેસ્ટ શાખા દ્વારા આજે રોજ જામનગરની દુકાનોમાં માસ્ક અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન જોલી બંગલા નજીક આવેલ લક્ષ્મી હોટલમાં કર્મચારીઓએ માસ્ક ન પહેરતા કુલ રૂ.3000 નો દંડ,એસટી રોડ પર આવેલ એકસીસ બેંકના મેનેજર મનોજભાઇ ગંગોલી પાસેથી માસ્કના દંડ પેટે 500 અને જોલી બંગલા પાસે આવેલ એમ.આર.આઇ સેન્ટરમાંથી 4000 રૂપિયા દંડ લેવામાં આવ્યો.

અન્ય સમાચારો પણ છે...