તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાઇડ ઇફેક્ટ:કોરોનાથી હૃદય, ફેફસા, ગેંગરીન, સોજા, ગાંઠ સહિતની બીમારી થવાની શક્યતા

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • કોરોના જતો રહ્યો હોવા છતાં 77 દિવસ વેન્ટિલેટર પર રખાયા

કોરોનાથી હ્દય, ફેફસા, ગેંગરીન, સોજા, ગાંઠ જેવી બીમારીની શક્યતા હોવાનું જામનગરની જી.જી.કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર અને મેડિસિન વિભાગના એસો.પ્રો.ડો.ભુપેન્દ્ર ગોસ્વામીએ જણાવ્યું હતું. આજ સુધી કોઈ પણ બીમારીમાં જરૂર નથી પડતી એટલી બધી માત્રામાં ઓક્સિઝનની જરૂર કોરાનાના દર્દીઓને પડી છે.

આ અંગેનું કારણ આપતા ડો.ગોસ્વામીએ જણાવ્યું હતું કે, કોરાનાની સૌથી વધુ અસર ફેફસા ઉપર થાય છે. કોરોના મટી ગયા બાદ આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ લાંબા સમય સુધી કદાચ કાયમ માટે ફેફસાને ડેમેજ કરી નાખે છે! જોકે આવું 60 વર્ષ ઉપરના સિનિયર સિટીઝન કે ઓબેસીટી, ડાયાબિટીસ, બીપી સહિતની બીમારી ધરાવતા દર્દીઓને થવાની સંભાવના વધુ રહે છે. આ બીમારીને લન્ગ ફાયબ્રાસીસ કહે છે.

એવા 30 ટકાથી પણ વધુ દર્દીઓ છે કે જેમને કોરોના જતો રહ્યો હોય છત્તા ફેફસા-હ્દય સહિતની બીમારીઓની સારવાર માટે 77 દિવસથી પણ વધુ વેન્ટિલેટર-ઓક્સિજન ઉપર રખાયા હતાં. તેમણે કહ્યું હતું કે, દસ મહિનાથી અલગ અલગ લક્ષણો ધરાવતા, વિવિધ કોમ્પ્લિકેશન ધરાવતા દર્દીઓને અલગ અલગ સારવાર આપી હતી. જેમ કે એન્ટીવાયરલ, એન્ટી બાયોટિક, પ્લાઝ્મા થેરાપી, અતિ મોંઘા એવા ટોસાલીઝમના ઈન્જેકશન, ઓક્સિઝન થેરાપી(વેન્ટિલેટર, હાઈ ફ્લો નેઝલ કેન્યુલા) વગેરે જરૂરિયાત મુજબની સારવાર અપાઇ હતી.

ફેફસાની બિમારીથી રિકવરીમાં સમય લાગે
મોટાભાગે કોરોનાના દર્દીઓ 12 થી 15 દિવસમાં સાજા થઈ જતા હોય છે. પરંતુ કોરોના જતો રહ્યો હોવા છત્તા દર્દીને ફેફસાની બીમારીઓ શરૂ થઇ જતી હોય રિકવરીમાં વાર લાગે છે. છાતી-ફેફસાના ડોક્ટરો આ પ્રકારના દર્દીઓની સારવાર ઓક્સિઝન થેરાપીથી કરતા હોય છે. દર્દીને રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો તે પુનઃ ઝડપથી સાજા થઇ જતા
હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો