કોરોનાની માઠી અસર:કોરોનાએ બ્યુટિપાર્લરની સુંદરતા પણ બગાડી, 10 ટકા જ પાર્લર ચાલુ

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રફ્રુલાબેન જેઠવા,  પ્રફ્રુલાબેન જેઠવા,  શ્યામ લખતરિયા, જ્હાન્વી જોશી (ડાબેથી) - Divya Bhaskar
પ્રફ્રુલાબેન જેઠવા, પ્રફ્રુલાબેન જેઠવા, શ્યામ લખતરિયા, જ્હાન્વી જોશી (ડાબેથી)
  • મહિલાઓ ફેશિયલ અને અન્ય બ્યુટી ટ્રીટમેન્ટ કરાવતા ડરી રહી છે

કોરોનાની માઠી અસર દરેક વેપાર-ધંધા પર પડી છે. જેમાંથી બ્યુટી પાર્લર પણ બાકાત નથી. ક્યારેય પણ પોતાની સુંદરતા વધારવાનો અવસર ન ચૂકતી મહિલાઓ આજે કોરોનાના ડરને કારણે બ્યુટીપાર્લરમાં જતા ડરી રહી છે અને પાર્લરમાં ફકત આઇબ્રો, હેર કટીંગ અને વેક્સ માટે આવી રહી છે. સામાન્ય દિવસોમાં સમયાતંરે બ્યુટી ટ્રીટમેન્ટ કરાવતી મહિલાઓ કોરોના કાળમાં ખૂબ જરૂરી હોય તો જ પાર્લરમાં જતાં આર્થિક ફટકો પડયો છે.

હાલ લગ્નની સિઝન ચાલુ હોવા છતાં દુલ્હન તૈયાર થવા ખૂબ ઓછી આવી રહી છે તો કોરોનાનો ચેપ લાગવાના ભયથી મહિલાઓ ફેશીયલ કરાવવા આવતી નથી. આથી પાર્લર માત્ર 10 ટકા જ ચાલી રહ્યા છે તેમ જામનગરના બ્યુટીપાર્લરના સંચાલકોએ જણાવ્યું છે.

પ્રિ-બ્રાઇડલ ટ્રીટમેન્ટ દુલ્હનો કરાવતી નથી
દુલ્હનો પ્રી-બ્રાઇડલ ટ્રીટમેન્ટ નથી કરાવતી. તદઉપરાંત કોરોનાના કારણે રેગ્યુલર ટ્રીટમેન્ટ કરાવતી મહિલાઓ પણ હાલ સંક્રમણના ભયને કારણે આવતી નથી. -પ્રફ્રુલાબેન જેઠવા, બ્યુટિશિયન,જામનગર

ફકત હેર કટ, આઇબ્રો અને વેક્સ ચાલે છે
બહુ જરૂરી હોય તો જ મહિલાઓ પાર્લરમાં આવે છે. હાલ હેરકટ, આઇબ્રો અને વેકસ જ કરાવે છે. ફેશિયલ, મેનિક્યોર-પેડીક્યોર, બ્લીચીંગ જેવી ટ્રીટમેન્ટ કરાવાતી નથી. - ખ્યાતિ મંકોડી , બ્યુટિશિયન,જામનગર

​​​​​​​લગ્ન પાછા ઠેલાતા ઓર્ડર મુલતવી રહે છે
અગાઉ રોજ 1 થી 2 દુલ્હન તૈયાર થવા આવતી, હાલ મહિનામાં 1 થી 2 દુલ્હન આવે છે. લગ્ન મુલતવી રહેતા હોવાથી ઓર્ડર પણ આપોઆપ મુલતવી રહે છે. - શ્યામ લખતરિયા, બ્યુટિશિયન,જામનગર

​​​​​​​દુલ્હનની બહેન કે માતા તૈયાર થવા માટે આવતા જ નથી
લગ્ન સિઝન આવે એટલે બ્રાઇડ સાથે બ્રાઇડલના નજીકના સગાના એટલે કે માતા, બહેના સહિતના મહિલા સભ્યો પાર્લરમાં તૈયાર થવા આવે છે. પરંતુ કોરોનાના કારણે આ ઓર્ડર ખૂબ ઘટી ગયા છે. એક દુલ્હનની સાથે તેણીના ઓછામાં ઓછા 5 થી 6 મહિલા સભ્યો તૈયાર થવા આવતી હતી. પરંતુ કોરોના બાદ આ ઓર્ડર તદન બંધ થઇ ગયા છે. -જ્હાન્વી જોશી, બ્યુટિશિયન,જામનગર

અન્ય સમાચારો પણ છે...