કોરોના ટેસ્ટિંગ:કડિયાવાડ શાક માર્કેટમાં બકાલા વિક્રેતાઓનું કોરોના ટેસ્ટિંગ થયું

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય અને એસ્ટેટ વિભાગે સંયુકત રીતે ક્વાયત હાથ ધરી

જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ કાબુ બહાર ચાલ્યું ગયું છે, બુધવારે એક જ દિવસના 79 પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારે લોકોના વધુને વધુ કોવિડ પરીક્ષણ થાય, અને કોરોના સંક્રમિત દર્દીઓને શોધી શકાય તેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા તેમજ એસ્ટેટ શાખા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

જેના ભાગરૂપે બુધવારે સવારથી બંને વિભાગની ટુકડીઓ કડીયાવાડ વિસ્તારમાં પહોંચી હતી, અને કોવિડ પરીક્ષણ નો પ્રારંભ કર્યો હતો. કડિયાવાડમાં ભરાતી શાક બકાલા માર્કેટમાં માર્ગો પર પથારા પાથરીને બેઠેલા મહિલાઓ સહિતના વિક્રેતાઓ ના કોરોના પરીક્ષણ માટે ના સેમ્પલો લેવાયા છે, અને પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે.

માર્ગ પર બેસીને વેપાર કરતા પથારાવાળા ઉપરાંત રેકડી ચાલકો, તથા આસપાસના વિસ્તારમાં આવેલી દુકાનના વેપારીઓ વગેરેના કોવિડ ટેસ્ટ કરાયા છે અને 125થી વધુ સેમ્પલો એકત્ર કરી લેવાયા છે. જામનગર મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગના દિલીપ પંચાલની રાહબરી હેઠળ સમગ્ર કામગીરી ચાલી રહી છે, જયારે એસ્ટેટ વિભાગના કંટ્રોલીંગ અધિકારી રાજભા જાડેજાની રાહબરી હેઠળ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવાઇ રહ્યું છે.

રણજીત રોડ પર નડતરરૂપ હોય તેવી શાકભાજીની લારીઓ ને પણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ શાકભાજી ખરીદવા આવનારા લોકોને ભીડભાડથી દૂર રહેવા તેમજ માસ્ક પહેરવા સહિત ની સૂચના આપવામાં આવી રહી છે. કવિક રિસ્પોન્સની ટીમ દ્વારા માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ અંગેના કેસ પણ કરવામાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણ વધી રહયું હોવાના પગલે મહાનગરપાલિકા તંત્ર મેદાનમાં ઉતર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...