તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Controversy Over Transfer Of 9 Employees Of Jamnagar Municipal Corporation Has Taken A New Turn, The Chief Accountant Said, "We Have Not Demanded Any Female Employees."

નવો વળાંક:જામનગર મનપાના 9 કર્મચારીઓની બદલીના વિવાદમાં નવો વળાંક આવ્યો, ચીફ એકાઉન્ટન્ટે કહ્યું-'અમે કોઈ મહિલા કર્મચારીની માગણી જ કરી નથી'

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચીફ એકાઉન્ટન્ટે જે રજૂઆત માટે પત્ર લખ્યો હતો તે જાહેર કર્યો

જામનગર મહાનગરપાલિકા 9 કર્મચારીઓની બદલી નો ઓર્ડર કરવામાં આવ્યો હતો તેમાં આમ તો કોઈને કંઈ ફેરફાર પડે નહીં પરંતુ પગાર અને પેન્શન શાખા એસ્ટા માં નોકરી કરતા મહિલા કર્મચારી બદલીથી ચીફ એકાઉન્ટન્ટ નારાજ થયા હોય તેવી વાત સામે આવતા જેના કારણે તેમને પગાર અને પેન્શન વિભાગ જ સંભાળવાની ના પાડી દીધી અને ફાઇલમાં સહી કરવાની બંધ કરી દીધી હતી તેવી ચર્ચા વિભાગમાં ચાલતી હતી ત્યારે એક ચીફ એકાઉન્ટન્ટ દ્વારા મહિલા કર્મચારીને છૂટા કરવામાં ન આવતા હતા તેવા પર આક્ષેપો કરવામાં આવ્યા હતા.

પરંતુ વાત એમ હતી કે અધિકારી દ્વારા લેખિત ઓર્ડર આવતા છુટા કરવામાં આવ્યા હતા જે અધિકારી વચ્ચે પણ સારી રકઝક થઈ હોય તેવું જાણવા મળ્યું હતું ત્યારબાદ આજે ચીફ એકાઉન્ટન્ટ દ્વારા માગણી કરેલી અધિકારીઓનો પત્ર પણ રજૂ કરવામાં આવ્યો હતો. અને જેમાં કોઇ મહિલા અધિકારીની માંગણી જ નથી કરે તેવું ચીફ એકાઉન્ટનું પણ કહેવું છે.અનુભવી કર્મચારીની બદલી યોગ્ય નથી દરેકને અત્યારે શીખડાવવું સંભવ નથી ત્યારે હાલ વિભાગમાં કામ કરતા કર્મચારીઓ બદલીથી વિભાગની જટિલ કામગીરી હોય જેમાં પગાર બીલ ,સર્વિસબુક એરિયર્સ, વગેરેની કામગીરી કરવાની હોય જે માટે તેમને લાંબો સમય સુધી કામગીરી કરી હોય જેથી નવા કર્મચારી આવે તો તેને શીખવું શક્ય નથી હાલની પરિસ્થિતિ મુજબ ચીફ એકાઉન્ટન્ટ જીગ્નેશ નિર્મલે કમિશનરને પત્ર લખી બે કર્મચારીઓની માંગણી કરેલ હતી.

અન્ય સમાચારો પણ છે...