સમાજની ચૂંટણીનો વિવાદ:જામનગરના કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટીઓની ચૂંટણીનો વિવાદ હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંધારણ પ્રમાણે 5 ટ્રસ્ટીઓ આજીવન છે
  • 15 કારોબારી સભ્યોની મતગણતરી હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી

કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજના ચાર લોકોએ ટ્રસ્ટીના ફોર્મ પરત ન કરતાં આજીવન નિમાયેલા ટ્રસ્ટી હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જ્યારે જામનગર કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજની કારોબારીની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ગયું છે અને હાલ ગણતરી બાકી છે. ત્યારે સમગ્ર મામલો હાઇકોર્ટમાં જતા મત ગણતરી ક્યારે થશે તે ચેરિટી કમિશનરના નિર્ણય બાદ જ ખબર પડશે.

જામનગરના કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજની કારોબારી અને ટ્રસ્ટીની ચૂંટણી યોજાઇ ગઇ છે. ગઈકાલે કારોબારીના 15 સભ્યોની ચૂંટણી યોજાઇ ગઇ છે અને મતદાન પણ પૂર્ણ થઈ ગયું છે. આજરોજ મતગણતરી યોજાવાની હતી પરંતુ, હાલ પૂરતી મોકુફ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ ની ચૂંટણી અંગેની વાત કરીએ તો ટ્રસ્ટીઓ બંધારણ પ્રમાણે પાંચ પોસ્ટ આજીવન તરીકે રાખવામાં આવી છે પરંતુ ચેરિટી કમિશનર દ્વારા પાંચ ટ્રસ્ટીઓ હાલ કાર્યરત હોવા છતાં ચેરિટી કમિશનર દ્વારા ટ્રસ્ટીઓની ચૂંટણી જાહેર કરી દેતા વિવાદ સર્જાયો હતો.

ચેરિટી કમિશનરના નિર્ણય સામે વર્તમાન ટ્રસ્ટીઓ નામદાર હાઇકોર્ટ તથા ચેરીટી કમિશનરમાં ગયા હતા અને નામદાર હાઇકોર્ટમાં તા.12 માં અર્જન્ટ સુનવણી હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ નામદાર હાઇકોર્ટમાં આગામી તા. 22 એપ્રિલ પડતા નિર્ણયની રાહ જોવાની રહેશે. તેમજ કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજના કારોબારી સભ્યોની ચૂંટણીની મતગણતરી હાલ ચેરિટી કમિશનરના નિર્ણય ઉપર આધાર છે જ્યારે આ નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવી રહ્યો છે તેવી માહિતી મળી રહી છે. હાલ પરિસ્થિતિ એ છે કે ચેરિટી કમિશનર કોઈ પણ નિર્ણય ના આવે ત્યાં સુધી મતગણતરી આગળ નહીં વધી શકે. હાલ પૂરતું તો એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે કે નામદાર હાઇકોર્ટમાં ટ્રસ્ટીના નિર્ણય આવ્યા બાદ જ જામનગર કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજના 15 કારોબારી સભ્યોની મતગણતરી થશે તેવી શક્યતા દેખાઈ રહી છે. જ્યારે કારોબારી સભ્યોની ચુંટણી મતગણતરીનો આખરી નિર્ણય તો ચેરિટી કમિશનર દ્વારા લેવામાં આવશે.

કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજની બંધારણ મુજબ આજીવન 5 ટ્રસ્ટી પોસ્ટ હતી. જ્યારે નવા ટ્રસ્ટીની યુવા કે કોઈપણ ફેરફાર કરવો તે સામાન્ય સભા આ નિર્ણય થાય અને તેની સત્તા હોય છે.ચેરિટી કમિશનરની કોઈપણ જાતની સત્તા રહેતી નથી તેમ છતાં ચેરિટી કમિશનર દ્વારા ટ્રસ્ટીઓની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી હતી અને વિવાદ ઊભો થયો હતો. જ્યારે બંધારણ મુજબ આજીવન ટ્રસ્ટીઓ છે જે હાઇકોર્ટના દ્વાર ખખડાવતા સમગ્ર મામલો હાઇકોર્ટમાં પડ્યો છે. જ્યારે ચેરિટી કમિશનર દ્વારા કોઈ રીતે ટ્રસ્ટની ચૂંટણી જાહેર કરવામાં આવી છે તે પણ જોવાનું રહ્યું જ્યારે હાલ સમગ્ર મામલો નામદાર હાઇકોર્ટમાં પડેલ છે અને હાઈકોર્ટના નિર્ણય આવ્યા બાદ જ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નો અંતિમ નિર્ણય આવશે ત્યારબાદ જ ચેરિટી કમિશનર દ્વારા જામનગરના કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજના 15 કારોબારી સભ્યોની ચૂંટણી ની મતગણતરી કરવાનો નિર્ણય કરશે તેવી પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...