તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડક કાર્યવાહી:જામનગરમાં વિવાદમાં રહેલા બે કોન્સ્ટેબલને ફરજ મોકૂફ કરાયા, એસપીએ આકરા પગલા લેતા પોલીસ બેડામાં સોંપો

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીટી-સી ડિવિઝનના બન્ને કોન્સ્ટેબલ વિરુદ્ધ એએસપીને અનેક ફરિયાદો મળી હતી
  • એ.એસ.પીની ઝીણવટભરી તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવી

થોડા દિવસ પહેલા જામનગરના પોલીસ સ્ટેશનનો એક વીડિયો વાઈરલ થયો હતો. વીડિયો વાઈરલ થયા બાદ સીટી સી પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ વિવાદમાં આવ્યા હતા. જેને લઇને તપાસ હાથ ધરવામાં આવી હતી અને બન્ને પોલીસ કોન્સ્ટેબલને ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યા હતા.

ઓસમાણ સુમરા, ફરજ મોકૂફ થયેલ હેડ કોન્સ્ટેબલ
ઓસમાણ સુમરા, ફરજ મોકૂફ થયેલ હેડ કોન્સ્ટેબલ

જામનગર સીટી- સી ડિવિઝ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ઓસ્માણ સુમરા અને ઋષિરાજસિંહ જાડેજા વિરુદ્ધ એ.એસ.પીને અનેક ફરિયાદો મળી હતી. જે અંગે એ.એસ.પી નિશાંત પાંડે દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ઝીણવટભરી તપાસ કરવામાં આવ્યા બાદ એસપી દીપેન ભદ્રન દ્વારા કડક પગલા લેવામાં આવ્યા હતા અને આ બન્ને કોન્સ્ટેબલને ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા.

ઋષિરાજસિંહ જાડેજા, ફરજ મોકૂફ હેડ કોસ્ટેબલ
ઋષિરાજસિંહ જાડેજા, ફરજ મોકૂફ હેડ કોસ્ટેબલ

પોલીસ સ્ટેશનમાં વિડીયો વાયરલ થયો હતો અને ફરજમાં બેદરકારી દાખવા બદલ તેમજ સિટી સી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વારંવાર તોડ કાંડ અને અભદ્ર માગણી જેવી ફરિયાદો મળતી હતી. કેવું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.બન્ને કોન્સ્ટેબલ સામે આકરા પગલા ભરવામાં આવતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...