તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કર્મચારીઓમાં રોષ:કોન્ટ્રાક્ટરે મનપાના એન્જિનિયરને ફડાકા ઝીંક્યા, ધોકો લઈ મારવા દોડ્યો

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રિ-મોન્સુન કામગીરી સરખી કરવાની સૂચના આપતા પિત્તો ગયો

જામનગર શહેરના મારૂતીનગરના પુલિયા પાસે ચાલી રહેલી પ્રિ-મોન્સુનની કામગીરી દરમિયાન એન્જિનિયર દ્વારા કોન્ટ્રાક્ટરને સરખી રીતે સફાઈ કરવાની સૂચના આપતા મગજ ગૂમાવેલા કોન્ટ્રાક્ટરે એન્જિનિયરને ગાળો કાઢી ત્રણ-ચાર ફડાકા મારી પોતાની ગાડીમાંથી ધોકો કાઢી મારવા દોડતા મહાનગરપાલિકાના વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

જામનગર મહાનગરપાલિકાના વર્તુળોમાં ચકચારી બનેલી ઘટનાની પ્રાપ્ત થતી વિગત અનુસાર જામનગર શહેરમાં જવાહરનગર-1, મારૂતિનગરના પુલિયા પાસે પ્રિ-મોન્સુનની કામગીરી ચાલતી હતી તે દરમિયાન એન્જિનિયર મલય ઠાકર દ્વારા કોન્ટ્રાક્ટરને વ્યવસ્થિત રીતે જુદા-જુદા ગાળામાંથી સફાઈ કરવા માટે સૂચના આપવામાં આવતા કોન્ટ્રાક્ટર ધીરેન્દ્ર કે. ફલિયાએ મગજનો પિત્તો ગૂમાવી ગાળાગાળી કરી મૂકી એન્જિનિયર મલય ઠાકરને ત્રણ-ચાર ફડાકા મારી પોતાની ગાડીમાંથી ધોકો લઈ મારવા દોડતા ભારે ચકચાર મચી જવા પામી હતી.

આ બનાવ અંગે વિધિવત રીતે કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી ન હતી, પરંતુ આ બનાવથી મહાનગરપાલિકાના કર્મચારીઓમાં ભારે રોષ ફેલાઈ ગયો છે અને જેએમસી ટેકનિકલ યુનિયને આ બાબતે કમિશનરને કાગળ લખીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

પગલાં નહીં લેવાય તો કમિશનર ચેમ્બર સામે ધરણાં
જેએમસી ટેકનિકલ યુનિયન દ્વારા કમિશનરને કાગળ લખીને કોન્ટ્રાક્ટર ધીરેન્દ્ર ફલિયા સામે જુદા-જુદા કામોમાં તેની તપાસ કરી કડક પગલાં લેવા તેમજ સિક્યુરિટી શાખા દ્વારા પણ તેની સામે પગલાં લેવાની માંગણી કરી છે. જો આમ નહીં થાય તો શુક્રવારે સવારે 11થી 3 સુધી કમિશનર ચેમ્બર સામે યુનિયનના તમામ હોદ્દેદારો તથા સભ્યો ધરણાં પર બેસશે તેવી ચીમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...