માંગ:‘જુની પેન્શન યોજના ચાલુ કરો’ જામનગરના કર્મીઓ પણ જોડાયા, ઉચ્ચતર પગાર ધોરણ સહિતના પ્રશ્ને મોરચા દ્વારા આંદોલન

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયત કર્મચારી સંઘ સહિતના કર્મચારીઓે ભાગ લીધો

ગુજરાત રાજય સંયુકત કર્મચારી મોરચા દ્રારા જુની પેન્શન યોજના શરૂ કરવાની માંગ સાથે રાજયના પાટનગર ગાંધીનગરમાં યોજાયેલા ધરણમાં જામનગરના કર્મચારીઓ જોડાયા હતાં. જેમાં જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘ સહિતના કર્મચારીઓે ભાગ લીધો હતો.

ગુજરાત રાજય સંયુકત કર્મચારી મોરચા દ્રારા રાજયમાં જૂની પેન્શન યોજના ચાલુ કરવા તથા ફીકસ પગારની ભરતી બંધ કરવા, સાતમા પગારપંચના અન્ય લાભ આપવા, પ્રાથમિક શિક્ષકની જેમ બીજા કર્મચારીઓેને પણ સળંગ નોકરીનો લાભ આપવા, શૈક્ષણીક કર્મચારી સિવાયના કર્મીઓને ઉચ્ચતર પગાર ધોરણના લાભ આપવા સહિતા પડતર પ્રશ્ને આંદોલન શરૂ કરાયું છે.

જે અંતર્ગત સોમવારે રાજયના પાટનગર ગાંધીનગરમાં સવારે 10 થી 2 સુધી ધરણાં કરવામાં આવ્યા હતાં. જેમાં જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘના કર્મચારી તથા શિક્ષકો, તલાટીઓ જોડાયા હતાં. જો પ્રશ્ન નહીં ઉકેલાય તો વધુ જલદ કાર્યક્રમ આપવામાં આવશે તેમ કર્મચારી મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...