બેઠક:જુની પેન્શન યોજનાની માંગ સંપર્ક યાત્રા જામનગર પહોંચી

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીના સંઘ-મંડળો સાથે બેઠક યોજાઇ

રાજયમાં જુની પેન્શન યોજનાની માંગ સાથે શરૂ થયેલી કર્મચારીઓની સંપર્ક યાત્રાનું મંગળવારે જામનગરમાં આગમન થયું હતું. કર્મચારીઓના સંઘ અને મંડળો સાથે બેઠક યોજાઇ હતી.

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો તથા ઓપીએસ ટીમના સંયુક્ત ઉપક્રમે જુની પેન્શન યોજના પુન: શરૂ કરવા સહીતના એકસમાન મુદ્દાઓ માટે તા.4 થી 17 જૂન દરમ્યાન સમગ્ર રાજયમાં કર્મચારી અધિકારી સંપર્ક અભિયાન માટે સંપર્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અભિયાન હેઠળની યાત્રા આગામી મંગળવારે જામનગર જિલ્લામાં આવી પહોંચી હતી. આ તકે બપોરે રાજપૂત સમાજ વાડી, ક્રિકેટ બંગલા સામે, લાલ બંગલો ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ, જામનગર જિ.પં.કર્મચારી સંઘ, જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...