તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:અલિયાના મુક્તિધામમાં લાકડા સંગ્રહ માટે નવા હોલનુ નિર્માણ

ફલ્લા/જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જનકાર્યો|નાના એવા ગામમાં 3 માસમાં જ રૂ.86.40 લાખના લોક ઉપયોગી કામો
  • સીસી રોડ સહિતના લોકોપયોગી કાર્યોને સંપન્ન

જામનગર તાલુકાના અલીયા ગામે સરપંચ અને સદસ્યો ઉપરાંત વહીવટી તંત્ર સાથે ગામલોકોના સંયુકત પ્રયાસોથી માત્ર ત્રણેક માસના સમયગાળા દરમિયાન જ રૂ.86.40 લાખના વિકાસ કામો સંપન્ન કરવામાં આવ્યા છે જેમાં મુકિતધામમાં લાકડાના સંગ્રહ માટે નવા હોલનુ પણ નિર્માણ કરાયુ છે.અત્રે ઉલ્લેખનીય છેકે,કોરોના કાળમાં સ્થાનિક સેવાભાવિઓ દ્વારા ગામ ઉપરાંત આજુબાજુના પંથકના લોકોને વિનામુલ્યે અગ્નિ સંસ્કાર માટે સુવિધા પુરી પાડવામાં આવી હતી.

અલીયા ગામના સીતારામનગરમાં રૂ.5 લાખના ખર્ચે સીસી રોડ, મેમણ સમાજ ક્રબસ્તાનમાં રૂ.2.50 લાખના ખર્ચે પેવર બ્લોક,નવાપરા વિસ્તારમાં 2.50 લાખના ખર્ચે ભૂગર્ભ ગટરનું કામ, ગામ નવાપરાને જોડતા વોંકળા પર રૂ.5 લાખના ખર્ચે બેઠા કોઝ વે, મુકિતધામમાં લાકડાના સંગ્રહ માટે રૂ.4 લાખના ખર્ચે નવા હોલનું કામ, નવાપરા વિસ્તારની ત્રણ શેરીમાં રૂ.12.50 લાખના ખર્ચે પેવર બ્લોક, હબીબપરા વિસ્તારના હુશેની ચોકમાં 1 લાખના ખર્ચે પેવર બ્લોક, ગૌશાળામાં 1 લાખના ખર્ચે અવેડાનું કામ, 50 હજારના ખર્ચે વૃક્ષો પાસેના ઓટઠા બનાવવાનું કામ, 14 લાખના ખર્ચે ચેકડેમનું કામ, 90 હજારના ખર્ચે 130 એલઈડી લાઈટ ફિટીંગ, પટેલ વિસ્તારમાં ચાર લાખના ખર્ચે પેવર બ્લોકનું કામનો સમાવેશ થાય છે.

જયારે મોડા ગામના માર્ગ પર પાણીનો ટાંકો, સંપ, ઓરડી, મુક્તિધામ વિસ્તારમાં પાણીની ટાંકીનું રિનોવેશન વગેરે 41 લાખ 50 હજારમાં મુખ્યખર્ચ વાસ્મો દ્વારા કરાયેલ કામમાં 10 ટકા લોકફાળો પણ આપવામાં આવ્યો હતો.ગામના યુવા સરપંચ મહેશભાઇ મકવાણાએ પાણી પુરવઠા વિભાગને રજૂઆત કરી હતી જેથી હાલ દરરોજ નર્મદાનું 10 લાખ લીટર પાણી મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...