તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:કોંગ્રેસના કાર્યકરોએ મોદી માસ્ક પહેરી લોલીપોપ આપી મોંઘવારીનો વિરોધ કર્યો

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સતત સાતમા દિવસે દેખાવ, વોર્ડ નં.10 અને 11 માં જનસંપર્ક અભિયાન
  • સહીઝુંબેશમાં જોડાનાર નાગરિકોને ગુલાબનું ફૂલ આપી સન્માન કરાયું

ભાસ્કર ન્યૂઝ|જામનગરમાં સાતમાં દિવસે કોંગ્રેસે મોંઘવારી સામે દેખાવ કર્યા હતાં. પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ સહિત તમામ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં કમ્મરતોડ વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં કોંગ્રેસ દ્વારા મોદી સરકારની મોંઘવારી ડામવાને બદલે ભાવ વધારો કરવાની નીતિ-રીતિ સામે વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત જામનગરમાં સાતમાં દિવસે કોંગ્રેસે વોર્ડ નં.10 અને 11 માં મોંઘવારીના વિરોધમાં જનસંપર્ક અભિયાન અને સહી ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં સુભાષબ્રીજ પાસે મોટા હોર્ડીંગ્સમાં અનેક લોકો મોંઘવારી સામે આક્રોશ વ્યક્ત કરી સહી ઝુંબેશમાં જોડાયા હતાં. સહી ઝુંબેશમાં સહી કરનાર શહેરીજનોનું ગુલાબનું ફૂલ આપી સન્માન કરાયું હતું. ત્યારબાદ કોંગી કાર્યકરોએ મોદી માસ્ક પહેરી લોકોને લોલીપોપ આપી મોંઘવારીનો વિરોધ વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...