તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૉંગ્રેસના દિગ્ગજો હાર્યા:જામનગર મનપામાં કૉંગ્રેસના દિગ્ગજો હાર્યા, કૉંગ્રેસે વધુ એકવાર બેસવું પડશે વિપક્ષમાં

જામનગર6 દિવસ પહેલા
 • કૉપી લિંક

જામનગર મનપામાં કૉંગ્રેસના અનેક દિગ્ગજ ગણાતા નેતાઓએ પણ હારનો સામનો કરવાનો વારો આવ્યો છે.કૉંગ્રેસે જેને મજબૂત ઉમેદવાર ગણી રિપિટ કર્યા હતા અને ટિકિટ આપી હતી તેઓએ પણ હારનો સામનો કરવો પડ્યો છે.

જામનગર મનપામાં ખુદ શહેર કૉંગ્રેસ પ્રમુખ હાર્યા

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. વોર્ડ નંબર 2માંથી ચૂંટણી મેદાનમાં ઉતરેલા શહેર કૉંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ પણ હારનો સામનો કરવો પડ્યો છે. જામનગર મનપામાં નેતા વિપક્ષ તરીકે દિગુભા જાડેજાને પ્રબળ દાવેદાર ગણવામા આવી રહ્યા હતા. જો કે, તેઓએ જ હારનો સામનો કરવો પડ્યો છે. વોર્ડ નંબર 2માં કૉંગ્રેસની પેનલનો સફાયો થયો. અહીં ભાજપના કૃપાબેન ભારાઈ, ડિમ્પલબેન રાવલ, જયેન્દ્રસિંહ ઝાલા અને જયરાજસિંહ જાડેજાની જીત થઈ છે.

વોર્ડ નંબર 15માં કૉંગ્રેસના 3 દિગ્ગજો હાર્યા

તો વોર્ડ નંબર 15માં પણ કૉંગ્રેસને ઝટકો લાગ્યો છે. વોર્ડ નંબર 15માં કૉંગ્રેસે ચારેય સીટીંગ કોર્પોરેટરને રિપીટ કર્યા હતા. જેમાંથી ત્રણે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તો એકની જીત થઈ છે. વોર્ડ નંબર 15માં કૉંગ્રેસના મરિયમબેન સુમરા, શીતલબેન વાઘેલા અને દેવશી આહીરની હાર થઈ છે. કૉંગ્રેસના એકમાત્ર આનંદ રાઠોડ જીત મેળવવામા સફળ રહ્યા છે. વોર્ડ નંબર 15માં ભાજપના હર્ષાબા પ્રવીણસિંહ જાડેજા, શોભના પઠાણ, જેન્તીલાલ ગોહિલની જીત થઈ છે તો જયસુખલાલ ઢોલરિયાની હાર થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો