તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આશ્ચર્યજનક કાર્યક્રમ:કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે આશ્ચર્યજનક કાર્યક્રમ, નાટક કરી વિરોધ દર્શાવ્યો

જામનગર24 દિવસ પહેલા
  • બાટલાના પોસ્ટર અને વેશભૂષા સાથે સરકારનો વિરોધ કર્યો

જામનગરમાં આજે પેટ્રોલ ડીઝલ રાંધણગેસ દૂધ ખાતે સહિતના અનેક ચીજ-વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. જ્યારે બીજી બાજુ કોરોના મહામારી વચ્ચે લોકડાઉન ના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે લોકોના વેપાર ધંધા રોજગાર બંધ થતાં જીવનનિર્વાહ મુશ્કેલ થયું છે તેવામાં ભાવ વધારાથી લોકોનાં ઘરનું બજેટ ખોરવાયું છે જેમાં આવકમાં ઘટાડો અને ખર્ચ વધવાના કારણે સામાન્ય પરિવાર માટે પરિસ્થિતિ મુશ્કેલ બની છે આ મોંઘવારી વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યમાં વધતી જતી મોંઘવારી નો અનોખો વિરોધ પ્રદર્શન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જે અંતર્ગત જામનગર કોંગ્રેસ દ્વારા પણ મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરાયું હતું વધતી મોંઘવારી સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ની સુચના મુજબ જામનગર કોંગ્રેસ દ્વારા દરેક મહાનગરપાલિકામાં મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન કાર્યક્રમ જાહેર કરાયો હતો તેના ભાગરૂપે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 3 અને 4 દ્વારા નવાગામ ગાયત્રી ચોક ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમ કર્યો હતો જેમાં અને આખું નાટક થકી મોંઘવારીનો વિરોધ કરવામાં આવ્યો હતો.

જ્યારે આ હાસ્યસ્પદ આશ્ચર્યજનક નાટકમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા શહેર મહિલા પ્રમુખ રંજનબેન ગજેરા પ્રદેશ મહિલા અગ્રણી સહારા બેન મકવાણા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સહિતના કોંગ્રેસી આગેવાનો એ મોંઘવારીના રાક્ષસ નો વિરોધ કરી અને તેનો વધ કરી અનોખો કાર્યક્રમ દ્વારા સરકારને ઘેરવાનો નો કાર્યક્રમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...