તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:જામનગર જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ સાથે કૉંગ્રેસે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો અમલ કરવાની માગ કરવામા આવી

જામનગર જિલ્લામાં એક મહિનાથી વરસાદ વરસ્યો ના હોય જિલ્લા કૉંગ્રેસ દ્વારા આજે કલેકટરને આવેદનપત્ર પાઠવી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરી હતી. સાથે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાની પણ માગ કરવામા આવી છે.

ગુજરાતના અન્ય જિલ્લાની માફક જામનગર જિલ્લામાં પણ વરસાદ ખેંચાતા ખેત વાવેતર પર સંકટના વાદળો છવાયા છે. ત્યારે આજે જામનગર જિલ્લા કૉંગ્રેસ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરવામા આવી હતી. રાજ્યમાં ખેડૂતોને સહાય માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હોય તેનો અમલ કરવાની પણ માગ કરવામા આવી હતી.

ગુજરાત કિસાન કૉંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવતી સમયે હિરેન ખાટ, જીવણભાઈ કુંભારવડીયા, કર્ણદેવસિંહ જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...