તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:જામનગર શહેરમાં વેક્સિનની અછત સર્જાતા કૉંગ્રેસ દ્વારા મનપા કમિશનરને આવેદનપત્ર પાઠવાયું

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોને સમયસર પૂરતા પ્રમાણમાં વેક્સિન મળે તે માટે વ્યવસ્થા કરવા માગ

જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વેક્સિનની અછત સર્જાતા વેક્સિનેશન કેન્દ્ર પર લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ સ્પોટ વેક્સિનેશનનો પ્રારંભ કરાયો છે તો બીજી તરફ વેક્સિનેશન કેંદ્રો પર પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ ના હોય લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે આજે કૉંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી મનપા કમિશનરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું.

જામનગર શહેરમાં હાલ મનપાના 12 આરોગ્ય કેંદ્રો અને 15 થી 18 જેટલા અન્ય સ્થળો પર વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. કૉંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો હતો કે, એક તરફ સરકારી કેંદ્રો પર પૂરતા પ્રમાણમાં વેક્સિન મળી નથી રહી તો બીજી તરફ ખાનગી સંસ્થાઓને જથ્થો ફાળવી દેવામા આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...