તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેખાવ:જામનગરમાં ઓક્સિજન બેડ, રેમડેસિવીર ઈન્જેક્શન અને વેન્ટિલેટર મામલે કૉંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયત ચોકમાં પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કરાયું

જામનગર શહેર જિલ્લામાં કોરોનાએ કાળો કેર મચાવ્યો છે. લાંબા સમયથી જિલ્લામાં 700ને પાર કેસ નોંધાઈ રહ્યા છે તો બીજી તરફ સારવારને લઈ લોકોની ફરિયાદો પણ ઉઠી રહી છે ત્યારે આજે શહેર જિલ્લા કૉંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયત સામે કોવિડની સારવારમાં લોકોને પડતી મુશ્કેલી મામલે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું.

જેમાં ધારાસભ્ય ચિરાગ કાલરીયા, શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભારવડીયા, દિગુભા જાડેજા, વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના આગેવાન નયનાબા જાડેજા અને શહેર મહિલા પ્રમુખ રંજનબેન ગજેરા સહિતના કોંગ્રેસના આગેવાનોએ પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

ધારાસભ્ય ચિરાગ કાલરિયાએ કહ્યું હતું કે, આ પ્રજાને જાગૃત કરવાનો કાર્યક્રમ છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં જે પરિસ્થિતિ છે તેમાં દર્દીને બેડની વ્યવસ્થા થતી નથી, વેન્ટિલેટરની અને ઓક્સિજનની વ્યવસ્થા થતી નથી ખાસ કરીને પેરામેડિકલ સ્ટાફની વ્યવસ્થા નથી જ્યારે આ વાત જન-જન સુધી પહોંચે અને સરકારને જગાવવાનો કાર્યક્રમ કરી રહ્યા છીએ.

મારી ગ્રાન્ટ બાબતે આપના લોકોથી પ્રજાને જાણ કરવા માગું છું કે સરકાર પાસે કોઈ નાણાંની વ્યવસ્થા નથી તે સ્પષ્ટપણે જણાય છે જ્યારે કેબિનેટમાં હાલ નિર્ણય લેવાયો છે.ધારાસભ્યને જે ગ્રાન્ટ આપવામાં આવે છે તેમાં 50 લાખ સુધીની ગ્રાન્ટ ફરજિયાત આરોગ્ય સુધી વાપરવી અને હું તો એમ કહીશ કે 50 લાખ નહીં 1.50 કરોડ સુધી ગ્રાન્ટ આરોગ્યમાં વાપરવી જોઈએ જો સરકાર મંજૂરી આપે તો, પણ સરકારે જાહેરાત કરી છે તે હજી સુધી જિલ્લા આયોજન અધિકારી સુધી પહોંચી નથી અને જો સરકાર વાતો કરે છે તો ક્યારે ગ્રાન્ટ આપશે અત્યારે પૈસા આરોગ્ય માટે વાપરવાના છે અમે જો અત્યારે આરોગ્ય માટે પૈસા ન ફાળવી શકીએ તો ક્યારે ફાળવી શકીએ અને સરકાર પાસે નાણાંની વ્યવસ્થા નથી અને બજેટ પણ માર્ચ પૂર્ણ થઈ ગયું છે અને ધારાસભ્ય તરીકે પણ અમે અમારી ગાન્ડ ફાળવી શકતા નથી અને આયોજન અધિકારી સુધી પહોંચી નથી.

અન્ય સમાચારો પણ છે...