જામનગરમાં જીએસટી, બેરોજગારી, મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસે દેખાવની સાથે પ્લેકાર્ડ અને બેનર દર્શાવી ભાજપ સરકાર વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં. વિરોધ પ્રદર્શન કરનાર 12 કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. કોંગી કાર્યકરોએ લોટ, દહીં, ગરબા પર જીએસટી સામે રોષ ઠાલવ્યો હતો. મોંઘવારીના મુદ્દે શુક્રવારે દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
રાજયમાં વધતી જતી મોંઘવારી, બેરોજગારી અને હવે લોટ, દૂધ-દહીં પછી ગરબા પાસ ઉપર જીએસટી વસુલવાના સરકારના નિર્ણયથી જન સામાન્યને સ્પર્શતા આ પ્રશ્નને વાચા આપવા જામનગરમાં શુક્રવારે શહેર કોંગ્રેસ દ્વારા ગોકુલનગર સર્કલ, જકાત નાકા, આશાપુરા હોટલ પાસે વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં કોંગી આગેવાનો, કાર્યકર્તાઓ પ્લેકાર્ડ દર્શાવી ભાજપ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યા હતાં. પોલીસે વિરોધ પ્રદર્શન કરનાર 12 કાર્યકરોની અટકાયત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.