અદાણી સામે તટસ્થ તપાસની માગ:જામનગરમાં SBI બેન્ક સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પ્રદર્શનકારીઓએ બેનરો-પોસ્ટરો દર્શાવી વિરોધ કર્યો

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અદાણીના શેર્સને લઈ દેશભરમાં પ્રદર્શન ચાલી રહ્યા છે, ત્યારે જામનગર શહેરમાં શહેર કોંગ્રેસ દ્વારા આજે લાલ બંગાલા સર્કલ નજીક આવેલી એસબીઆઇ બેન્કની સામે અદાણીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ અદાણી વિરૂદ્ધ તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માગ કરી હતી, જ્યારે એવા પણ વિરોધ કર્યા હતા કે, અદાણીને લાખો રૂપિયાની લોન આપવામાં આવે છે, પરંતુ અહીં સામાન્ય માણસ પરેશાન છે.

હાથમાં બેનરો-પોસ્ટરો દર્શાવી વિરોધ કરાયો
જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે લાલ બંગલા સર્કલ નજીક આવેલ એસબીઆઇના દ્વારે અદાણીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને હાથમાં બેનરો-પોસ્ટર દર્શાવી અદાણી વિરુદ્ધ તટસ્થ તપાસની માંગણી કરવામાં આવી હતી. જામનગર શહેર કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા ધવલ નંદા શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા તથા કોંગ્રેસના કાર્યકરો દ્વારા આજે એસબીઆઇના દ્વારે પોતાના હાથમાં અદાણી વિરુદ્ધના સૂત્રો લખેલા પોસ્ટર દર્શાવીને અદાણીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયા હતા.

મનપાના વિપક્ષના નેતા પણ હાજર રહ્યા હતા
તેમજ સુત્રોચાર કર્યા હતા કે, અદાણીને અબજો રૂપિયાની લોન આપવામાં આવે છે, અને પ્રજા પરેશાન થઈ રહી છે. જેથી અદાણી વિરુદ્ધ તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે કરવામાં આવ્યું હતું જ્યારે વિરોધ પ્રદર્શન દરમિયાન જામનગર મહાનગરપાલિકાના વિપક્ષ નેતા ધવલ નંદા શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિત કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...