તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંતરિક જૂથવાદથી ભાજપમાં ભડકો:ભાણવડ પાલિકામાં ભાજપના અંસતુષ્ટોના ટેકાથી કોંગ્રેસનો અવિશ્વાસ પ્રસ્તાવ પસાર

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ હોદ્દા પરથી દૂર થતાં સત્તા ઝૂંટવાઈ ગઈ
 • કોંગ્રેસના ધારાસભ્ય સહિતના નેતાની વ્યૂહરચના સફળ થતાં ભાજપની છાવણીમાં હડકંપ મચી ગયો

ભાણવડની ભાજપ શાસિત નગરપાલિકામાં કોંગ્રેસે પ્રમુખ-ઉપપ્રમુખ વિરૂદ્ધ રજૂ કરેલો અવિશ્વાસ પ્રસ્તાવ બુધવારે મળેલી ખાસ સામાન્ય સભામાં ભાજપના અસંતુષ્ટોના ટેકાથી પસાર થતા ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ હોદા પરથી દૂર થતા સતા ઝૂંટવાઇ જતાં ખળભળાટ મચી ગયો હતો. કોંગી ધારાસભ્ય સહિતના નેતાની વ્યૂહરચના સફળ થતાં ભાજપની છાવણીમાં હડકંપ મચી ગયો હતો.

ભાણવડ ન.પા.માં ભાજપના 16 અને કોંગ્રેસના 8 સભ્ય છે. ભાણવડ પાલિકામાં ભાજપની બહુમતી હોય ગોદાવરીબેન જમનાભાઈ કણઝારિયા પ્રમુખ તથા નરેન્દ્રસિંહ ભાટાણી ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતાં. કારોબારી ચેરમેન પદે ભાલચંદ્ર ભટ્ટની વરણીના મુદ્દે છેલ્લા ઘણાં સમયથી સત્તાધારી જુથમાં ગજગ્રાહ ચાલતો હતો અને છ મહિનાથી પાલિકામાં વહીવટ ઠપ્પ થઈ ગયો હતો. આથી કોંગ્રેસ આ તકનો લાભ ઉઠાવી વર્તમાન પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જેના પગલે બુધવારે ખાસ સામાન્ય સભા નાયબ કલેક્ટર પ્રશાંત મંગુડાની અધ્યક્ષતામાં ભાણવડ પાલિકામાં યોજાઈ હતી. જેમાં ભાજપના નારાજ સભ્યો 8 તથા કોંગ્રેસના 8 મળી કુલ 16 સભ્યોના ટેકાથી અવિશ્વાસનો ઠરાવ પાસ થતાં પ્રમુખ-ઉપપ્રમુખ લઘુમતીમાં મૂકાતા હોદ્દા પરથી દૂર થયા છે.

કોંગ્રેસના જિ.પં.માં ચૂંટાયેલા એક સદસ્ય તથા ધારાસભ્ય વિક્રમ માડમની વ્યૂહરચના અને ભાજપના સદસ્યોની નારાજગીથી કોંગ્રેસના હાથમાં સત્તા આવી જતા ભાજપ પાસેથી સત્તા ચાલી ગઈ છે. આમ ભાજપના આંતરિક ગજગ્રાહથી ભાજપની સત્તા ઝુંટવાઈ ગઈ છે.

વ્હીપના અનાદર સબબ ભાજપના 8 સભ્યો પક્ષમાંથી તાકીદે સસ્પેન્ડ
ભાણવડ નગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના સભ્ય મધુબેન કાનજીભાઇ વાઘેલા, હર્ષિદાબેન જીગ્નેશભાઇ રાઠોડ, હીનાબેન સુભાષભાઇ કણઝારિયા, જીજ્ઞાબેન હીતેશભાઇ જોશી, કિશોરભાઇ નરશીભાઇ ખાણધર, અલ્તાફ ઇબ્રાહીમ બ્લોચ, મંજુબા ઉમેદસિંહ જાડેજા, સરોજબેન રમેશભાઇ ચાંગેલાએ પક્ષના વ્હીપનો અનાદર કરી મતદાન કરતા પ્રદેશ ભાજપ દ્વારા તમામને તાકીદની અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો