નવતર વિરોધ:અંબર ચોકડી પાસે કોંગ્રેસે દેશી દારૂની કોથળીઓ સળગાવી

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર શહેરમાં લઠ્ઠાકાંડનો નવતર વિરોધ કરાયો, અટકાયત

બોટાદ અને ધંધુકા તાલુકામાં લઠ્ઠાકાંડમાં થયેલ મૃત્યુ સંદર્ભે યુવક કોંગ્રેસ જામનગર દ્વારા દેસી દારૂની કોથળીઓ સળગાવી, મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન અંબર ચોકડીએ કરતા પોલીસ દોડી ગઈ હતી અને વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોની અટક કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

અમદાવાદ નજીક બોટાદ અને ધંધુકામાં દારૂના નામે ઝેરી કેમિકલ પીવાથી થયેલા મૃત્યુ સંદર્ભે યુથ કોંગ્રેસના તૌસિફખાન પઠાણ તથા કોંગ્રેસી કાર્યકરો અને એનએસયુઆઈ દ્વારા અંબર ચોકડીએ આશ્ચર્યજનક કાર્યકર રાખવામાં આવ્યો હતો. જેમાં દેશી દારૂની કોથળીઓમાં હવા ભરી તેને સળગાવવામાં આવી હતી. આ કાર્યક્રમ વેળાએ પોલીસ દોડી આવી હતી અને તમામ કાર્યકરોની અટક કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી જે પછી તેમને છોડી દેવાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...