ઉમેદવારી પત્રો ભરાયા:જામનગર ઉત્તર બેઠક પર કૉંગ્રેસ-આપ અને જામનગર દક્ષિણ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચુંટણીના હવે જુજ દિવસો બાકી છે ત્યારે આજથી મુખ્ય રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોના નામાંકન પત્ર ભરવાનું શરૂ કરી દીધું છે, આજે કોંગ્રેસના બે અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવરએ ચુંટણી માટે ફોર્મ ભર્યુ હતું, કેટલાક અપક્ષ લડતા દાવેદારો બપોર બાદ ફોર્મ ભરે તેવી શકયતા છે, બે દિવસ રજાનો માહોલ છે, ત્યારબાદ તા.14ના રોજ ફોર્મ ભરવા મોટી સંખ્યામાં ઉમેદવારો જોડાય તેવી શકયતા છે.

જાણવા મળતી માહિતી મુજબ 78-જામનગર ઉત્તરના કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાએ તથા 79- દક્ષિણમાં કોંગ્રેસના મનોજ કથીરીયાએ ઉમેદવારી પત્ર ભર્યુ હતું, જ્યારે 78-જામનગર ઉત્તરમાં આમ આદમી પાર્ટીના કરશનભાઇ કરમુરે ટેકેદારોની હાજરીમાં ઉમેદવારી પત્ર ભર્યુ હતું, આ લખાય છે ત્યારે બપોરના 1 વાગ્યે કેટલાક અપક્ષ ઉમેદવારો ફોર્મ ભરવા માટે આવ્યા છે અને તેઓ 3 વાગ્યા સુધી ફોર્મ ભરી શકશે તેમ જાણવા મળે છે. ઉપરાંત તા. 12 અને 13 રજાના દિવસો હોય કરીથી સોમવારે રાજકીય પાર્ટીના ઉમેદવારો અને અપક્ષો ઉમેદવારી પત્રક રજૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...