તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:માં અમૃતમ્ કાર્ડના કોમ્પ્યુટર ઓપરેટરો હડતાલ ઉપર

જામનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જામનગર તાલુકો, જિલ્લો અને દ્વારકામાં 18-18 માસથી વેતન નહીં ચૂકવતા રોષની લાગણી ફેલાઈ: ઈમરજન્સી સેવા બંધ

જામનગર જિલ્લા, તાલુકા તેમજ જામનગર જિલ્લામાં અલગ-અલગ તાલુકા મથક ઉપર કોમ્પ્યુટર ઓપરેટર તરીકે મુખ્યમંત્રી યોજનાના કાર્ડની કામગીરી કરતા ઓપરેટરોને વેતનના મુદે અન્યાય થતો હોય જેથી કોમ્પ્યુટર ઓપરેટરો હડતાલ પર ઉતરી ગયાનું જાણવા મળે છે. જામનગર શહેર અને જિલ્લામા મુખ્યમંત્રી અમૃત કાર્ડની કામગીરી કરતા ઓપરેટરોની લાંબા સમયથી વેતનનો પ્રશ્ર્ન નહી ઉકેલાતા હડતાલ ઉપર જતા કામગીરી ઠપ્પ થઇ ગઇ છે.

જામનગર મહાનગરપાલિકામાં તેમજ જામનગર જિલ્લામાં અલગ-અલગ તાલુકાઓમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા આ કોમ્પ્યુટર ઓપરેટરો મુખ્યમંત્રી અમૃત કાર્ડ યોજનાના છ-છ ઓપરેટરો ફરજ બજાવે છે. તેમજ જામનગર મહાનગરપાલિકામાં ત્રણ ઓપરેટરો ફરજ બજાવે છે. આ તમામ કોમ્પ્યુટર ઓપરેટરોની ચાર-ચાર મહિનાથી વેતન મળતુ બંધ થઇ ગયું છે. મહત્વની વાત એ છે કે, મહાનગરપાલિકાના ઓપરેટરોને તો 18 માસથી મહેનતાણુ ગુજરાત ઇન્ફોટેક પ્રા.લી. તરફથી મળ્યું નથી. તેવી ફરિયાદ ઉઠી છે. જેને લઇને મુખ્યમંત્રી અમૃતકાર્ડ યોજનાના તમામ કોમ્પ્યુટર ઓપરેટરો અચોક્કસ મુદતની હડતાલ ઉપર ગયા છે. જેને લીધે મહત્વની ઇમરજન્સી કામગીરી ઠપ્પ થઇ ગઇ છે.

આ કોમ્પ્યુટર ઓપરેટરો હડતાલ ઉપર જતા અમૃતકાર્ડ કઢાવનારા અરજદારોને ભારે હાલાકીનો સમાનો કરવો પડશે. હોસ્પિટલમાં પણ ઇમરજન્સીમાં કાર્ડની કામગીરી જામનગર શહેર અને જિલ્લામાં બંધ થઇ ગઇ છે. જેનાથી દર્દીઓ જે હાલમાં હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. તેઓ મુશ્કેલીમાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો