કલ્યાણપુર પંથકના દેવળીયા ગામે રહેતી એક યુવતિને માથાના ભાગે લાકડાનુ બળતણ મારી ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ એક મહિલા સામે ફરીયાદ નો઼ધાઇ છે.ભોગગ્રસ્તના બહેને આરોપીના પુત્ર સાથે પ્રેમલગ્ન કર્યાનુ મનદુ:ખ રાખી આ હુમલો કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.
પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર નજીક દેવળીયા ગામે રહેતા સુશીલાબેન હરેશભાઇ સોલંકી નામની મહિલાએ પોતાના પર લાકડાના બળતણ વડે હુમલો કરી માથાના ભાગે ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં વાલીબેન ભીખાભાઇ ચાવડા સામે ફરીયાદ નોંધાવી છે.
ભોગગ્રસ્તના બહેન આરોપીના દિકરા સાથે પ્રેમલગ્ન કર્યા હતા જે બાબતનુ મનદુ:ખ રાખી ભોગગ્રસ્ત તેના કાકીના ઘરે હોય ત્યારે આરોપીએ અપશબ્દો ઉચ્ચારતા ગાળો બોલવાની ના પાડતા અને ભોગગ્રસ્ત પોતાના ઘરે જતા આરોપીના ઘર પાસેથી નિકળતા એકદમ ઉશ્કેરાઇ જઇ આરોપીએ લાકડાના બળતણ લઇ માથાના ભાગે મારી ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચાર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.આ સમગ્ર મામલે કલ્યાણપુર પોલીસે સુશીલાબેનની ફરિયાદ પરથી આરોપી મહિલા વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.