ચોરીની ફરિયાદ:લાલપુરના મંદિરમાંથી 5 ચાંદીના છત્તરની ચોરીની ફરિયાદ નોંધાઇ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાનપેટીમાંથી પાંચેક હજારની રોકડ પણ ચોરાઈ
  • કુલ રૂા. 75 હજારની મતાની ચોરી મામલે 2 સામે ગુનો નોંધાયો

લાલપુરમાં આવેલા ભલારાદાદા મંદિરમાંથી સાત માસ પૂર્વે થયેલ ચોરી અંગેની ફરિયાદ નોંધાઇ છે. ચાંદીના છત્તર અને રોકડ સહિત રૂપિયા પોણા લાખની ચોરી થયઇ હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ત્રણ શ્રમિક શખસોને પકડી પાડ્યા હતાં.

આ શખ્સોએ ઉપરોક્ત ચોરીની કબુલાત કર્યા બાદ ફરિયાદ નોંધાઇ છે. લાલપુર તાલુકા મથકે આવેલા ભલારાદાદા મંદિરમાં ગત્ તા.14-3-2021ના રોજ તસ્કરોએ પ્રવેશ કરી મુખ્ય મંદિરની દરવાજો તોડી અંદરથી દોઢ કિલો વજનન ચાંદીના પાંચ છત્તર અને દાનપેટીમાંથી રૂપિયા પાંચેક હજારની રોકડ સહિત રૂા.75,000ના મુદ્દામાલની ચોરી થવા પામી હતી. આ ચોરી કરનાર શખ્સોને દેવભૂમિ દ્વારકા એલસીબી પોલીસે પકડી પાડ્યા હતાં.

પોલીસ સમક્ષ આ ત્રણેય શખ્સોએ ઉપરોક્ત ચોરી કર્યાની કબુલાત કરી હતી. જેને લઇને દ્વારકા પોલીસે ભલારાદાદા મંદિરના સંચાલકોનો સંપર્ક કર્યો હતો. ચોરીના આ બનાવ અંગે દેવેન્દ્રભાઇ મુનવર દ્વારા રાકેશ જેનુ ભુરિયા અને લખમણ ચનુભાઇ ભુરિયા નામના બન્ને શખસો સામે નામજોગ ફરિયાદ નોંધાવી હતી. લાલપુર પોલીસ દ્વારા ઉપરોકત ચોરીમાં સંડોવાયેલા બન્ને પરપ્રાંતિય શખ્સોનો કબ્જો સંભાળવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...