ક્રાઇમ:ઉદ્યોનગરના જયુ બ્રાસ ઇન્ડસ્ટ્રીમાંથી લાખોની વીજચોરી ઝડપાતા ફરિયાદ

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 12.13 લાખનું પુરવણી બીલ ફટકારાયું, કારખાનેદારોમાં દોડધામ મચી

જામનગર દિ.પ્લોટના ઉદ્યોગનગર વિસ્તારમાંથી વીજ તંત્રના ચેકીંગ દરમિયાન એક કારખાનામાં મીટરને બાયપાસ કરી વીજ ચોરી આચરવામાં આવતી હોવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. સ્થાનિક અધિકારીઓને અંધારામાં રાખીને ગ્રામ્ય વિસ્તારની ટીમે ચેકીંગ કરતા વીજ ચોરી થતી હોવાનું માલુમ પડ્યું હતું. ઉદ્યોગકારને રૂા. 12.13 લાખનું પુરવણી બીલ અપાયું છે અને પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાયો છે.

વીજ અધિક્ષકે સ્થાનિક ટુકડીને અંધારામાં રાખી
જામનગરમાં દિ.પ્લોટ શેરી નં. ૪૯ ના છેડે ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા જયુ બ્રાસ ઈન્ડસ્ટ્રી નામના એક કારખાનામાં વીજ મીટર સાથે ચેડાં કરી મોટા પ્રમાણમાં વીજ ચોરી આચરવામાં આવતી હોવાની માહિતી વીજ અધિક્ષક રાડાને મળતા તેમણે સ્થાનિક વીજ ટુકડીને અંધારામાં રાખીને ગ્રામ્ય વિસ્તારની ટૂકડીને મોકલી સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધયું હતું જેમાં 24 હજાર વોટનું વીજ ભારણ ધરાવતા આ એકમમાં મોટા પ્રમાણમાં વીજ ચોરી થતી હોવાનું માલુમ પડ્યું હતું. વીજ મીટર સાથે ચેડાં કરી બાયપાસ કરીને પાવર ચોરી કરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ચેકીંગ ટૂકડી દ્વારા અંદાજે (ર૯.રરપ કે.ડબલ્યુ.) વોટ પ્રમાણે વીજ ચોરીનું એસેસમેન્ટ કરવામાં આવ્યું અને રૂા. ૧ર,૧૩,૧૩૬.પ૦ નું પુરવણી બિલ આપવામાં આવ્યું છે. સરપ્રાઈઝ ચેકીંગને લઈને ઉદ્યોગનગર વિસ્તારના કારખાનેદારોમાં ફફડાટ મચી ગયો છે. ઉપરાંત સ્થાનિક વીજતંત્રની ટૂકડીમાં પણ દોડધામ મચી ગઈ છે. વીજચોરીના મામલે કારખાનેદાર રોગનઅલી યાકુબઅલી સામે જામનગરના વીજ પોલીસ મથકમાં વીજ ચોરી કરવા અંગે ગુન્હો નોંધાવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...