કાર્યવાહી:સરકારી કામમાં દખલગીરી કરી ફરજ રૂકાવટની ફરિયાદ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાડા બુરવાનું કહી ઝાખરના શખસે માર માર્યાની રાવ

ખંભાલીયા રોડ પર ચાલતા રોડના કામ દરમિયાન ઝાખર ગામના સખ્સે સરકારી કમર્ચારીઓની ફરજમાં રુકાવટ કરી માર માર્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ ફરિયાદના આધારે આરોપીની શોધખોળ શરુ કરી છે.

જામનગર નજીકના ઝાંખર પાટીયા પાસે ગઈકાલે રોડના કામ દરમિયાન શંભુપ્રસાદ વ્રજકિશોર શાહ (રહે. મુળ રામપુર મુકુંદ ગામ તા. સીસવા જી.ગોપાલગંજ રાજય બિહાર હાલ રહે. એન.આર. ગોલાય ધરમપુર ગામ તા.જામ ખભંભાળીયા જી.દેવભુમી દ્વારકા) વાળા સરકારી અધિકારીને અજીતસિંહ ભીખુભા જાડેજા રે. ઝાંખર ગામ તા.લાલપુર જી.જામનગર વાળા સખ્સે ચાંમુડા હોટલ પાસે ખાડા પડેલ છે તે બુરવાનું કહી તેના કામમાં ગેરકાયદેસર અવરોધ ઉભો કર્યો હતો.

ત્યારબાદ ઉસ્કેરાઈ ગયેલ સખ્સે અધિકારીને ત્રણ-ચાર ઝાપટો મારી, વાણીવિલાસ આચાર્યો હતો તેમજ અંકુરને લાકડી બતાવી માર મારવાની ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ ફરિયાદના આધારે મેઘપર પોલીસે ઝાખર ગામના સખ્સની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...