વિવાદ:શહેરના પાંચ હાટડીમાં ક્રિકેટ રમવા બાબતે માથાકૂટની સામસામી ફરિયાદ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ પૂર્વેના બનાવમાં પોલીસે બન્ને પક્ષોના 8 શખસો સામે ગુનો નોંધ્યો

જામનગરમાં બે દિવસ પૂર્વે મોડી રાત્રે પાંચ હાટડી વિસ્તારમાં બે પક્ષે થયેલી બોલાચાલી બાદ મારામારીના બનાવની આખરે ફરિયાદ નોંધાવવામાં આવી છે. શહેરમાં પાંચહાટડી વિસ્તારમાં ઇદ પૂર્વેની રાત્રીએ બે મુસ્લિમ પક્ષો વચ્ચે સામસામી મારામારી થઇ હતી. આ બનાવ અંગે બે દિવસ બાદ બન્ને તરફે ફરિયાદ નોંધાવવામાં આવી છે. કસાઇવાડામાં રહેતાં સદ્દામ હુશૈન સુમરાએ ફૈઝલ, યુસુફભાઇ, આલ્ફાઝ, ઐયાન ઉર્ફે કચોરી નામના ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

જેમાં પાંચહાટડી વિસ્તારમાં વહેલ સવારે પોણા ચારેક વાગ્યા આસપાસ ક્રિકેટ રમી રહેલાં તેના ભત્રીજાની કોણી આરોપી ફૈઝલને લાગી જતાં બોલાચાલી થઇ હતી. ત્યારબાદ આરોપીઓને સમજાવવા જતાં તેઓએ ઢીકાપાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ લગાવાયો છે.

જ્યારે સામા પક્ષે મહોમદયુસુફ હનિભાઇ શેખ નામના શખ્સે સદ્દામ સત્તારભાઇ, અફઝલ સત્તારભાઇ, જાબીર અને જમીલ નામના 4 શખસો સામે ઉપરોક્ત ધારાઓ મુજબ જ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પાંચ હાટડી પાસે મોટરસાઇકલ લઇને ફૈઝલ જ્યારે નિકળ્યો ત્યારે તેને ક્રિકેટ રમતા આરોપીઓનો બોલ લાગી ગયો હતો. જેને લઇને બન્ને પક્ષે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ મામલો બિચકતા આરોપીઓએ હુમલો કર્યો હોવાનું જાહેર કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...