ખાતેદારોના નાણા પોસ્ટ ઓફિસમાં જમા ના કરાવી અંગત ઉપયોગ કરી ઉચાપત કર્યાનું આવ્યું સામે
હાલ બરતરફ થયેલ તત્કાલીન પોસ્ટ માસ્તર વિરુદ્ધ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ
કાલાવડ તાલુકાના લલોઇ ગામમાં આવેલી પોસ્ટ ઓફિસના માસ્તરે તેના નોકરીના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દૂરપયોગ કરી ખાતેદારો એ જમા કરાવેલા રૂા.2.52 લાખની રકમ સરકારી વિભાગમાં જમા કરાવવાને બદલે પોતાના અંગત ઉપયોગમાં ખર્ચ કરી નાખી હોવાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
ઉચાપાતના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના લલોઇ ગામમાં આવેલી પોસ્ટ ઓફિસના માસ્તર જયકુમાર વલ્લભ ફળદુ નામના કર્મચારીએ સપ્ટેમ્બર 2021 થી આજ સુધી ભારતીય ટપાલ વિભાગના ખાતેદારો દ્વારા તેમના ખાતામાં જમા કરાવવા આપેલી રકમ સરકારી વિભાગમાં ગ્રાહકોના ખાતામાં જમા કરાવવાને બદલે પોતાના અંગત ઉપયોગ માટે રૂા.2,52,000 સરકારી નાણાંની ઉચાપાત કરી પોતાના અંગત વપરાશ માટે ખર્ચ કરી નાખી હતી. ઉપરી અધિકારીના સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન આ ઉચાપાતનો પર્દાફાશ થતા પોસ્ટમાસ્તર સામે કાર્યવાહીના ભાગરૂપે બળતરફ કરવામાં આવ્યો હતો. તેમજ આ બનાવ અંગે નિશાંતભાઈ મહેતા દ્વારા કાલાવડ પોલીસ સ્ટેશનમાં જયકુમાર ફળદુ વિરૂધ્ધ ઉચાપાતની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફે પોસ્ટ માસ્તર વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે તપાસ આરંભી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.