તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની ઢીલી નીતિ:સ્વામીનારાયણ હોસ્પિટલના રેમડેસિવિર ઇન્જેક્શન પ્રકરણમાં હજુ સુધી ફરિયાદ નોંધવામાં ઠાગાઠૈયા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેકટર, એસડીએમ, કમિશનર સહિત તંત્રની ઢીલી નીતિ સામે આવી

જામનગરની સ્વામીનારાયણ હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેકશન બાબતે સામે આવેલ ગોલમાલ પ્રકરણ હાલ પ્રકરણ જ બની રહી ગયું છે. ત્રણ દિવસ બાદ પણ આ પ્રકરણમાં હજુ ફોજદારી દાખલ નહી કરવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે. ત્યારે જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હાજર હતા. ત્યારે કેબીનેટ મંત્રી આર.સી.ફળદુએ ટેકનીકલ જવાબ આપી પ્રકરણને હળવાસથી લેતા આશ્ચર્ય સર્જાયું છે. જેને લઈને હવે હોસ્પિટલ પ્રસાસન બાઈજત બરી થવાના ઉજળા સંકેત મળી રહ્યાં છે.

હોસ્પિટલમાંથી 22 ઇન્જેક્શનનો જથ્થો મળ્યો

તાજેતરમાં શહેરની નજીક આવેલ સ્વામીનારાયણ કોવિડ હોસ્પિટલમાં એસડીએમ, પોલીસ અને આરોગ્ય શાખા દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં હોસ્પિટલના રજીસ્ટરમાં એક પણ રેમડેસિવિર ઇન્જેક્શનનો દર્શાવવામાં આવ્યા ન હતા. પરંતુ હોસ્પિટલમાંથી 22 ઇન્જેક્શનનો જથ્થો મળી આવ્યો હતો. જેને લઈને હોસ્પિટલ પ્રસાસન યોગ્ય જવાબ આપી શક્યું ન હતું.

સ્વામિનારાયણ હોસ્પિટલમાં એસડીએમ આસ્થા ડાંગર અને ડી.વાય.એસ.પી દેસાઈને સાથે રાખીને હોસ્પિટલમાં રેમડેસિવિરના જથ્થાની ચકાસણી કરતાં અમુક મૃત વ્યક્તિઓ તેમજ ડિસ્ચાર્જ થઇને ગયેલા દર્દીઓના નામે રેમડેસિવિર ઇન્જેક્શનનો મેળો હોવાનું સામે આવતા તેમને 22 ફિઝિક્સનું રોજ કામ કરીને સમગ્ર મામલાની જાણ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીને કરી હતી. જે બાદ 46 કલાક ઉપરાંતનો સમય વીતી ગયો છતાં જામનગર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા જવાબદાર હોય તેના સામે પોલીસ ફરિયાદ કરવા કે નોટિસ આપવા સુધીની કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી. જેથી આશ્ચર્ય સર્જાયું છે.

જ્યારે જામનગર મહાનગર પાલિકાનું તંત્ર કહે છે કે મારી પાસે હજી ફાઈલ આવી નથી. અમુક અધિકારી એમ કહે છે કે મને ખબર નથી. જ્યારે આખું પ્રકરણ શહેરમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે તંત્રની ઢીલી નીતિ પણ સામે આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...