તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેન્ડ ગ્રેબિંગ:જામનગરના ચેલા ગામમાં દોઢ વર્ષથી ખેતીની જમીન પર ગેરકાયદે કબજો કરનારા ત્રણ શખ્સો સામે ફરિયાદ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર નજીક ચેલા ગામમાં વારસાઈ ખેતીની જમીન પચાવી પાડવા અને ધમકી દીધાની 3 સામે લેન્ડ ગ્રેબિગ એકટ હેઠળ ગુનો નોંધી ચકચાર વ્યાપી છે. તાજેતરમાં જામનગરના પંચવટી તેમજ કાલાવડ નાકા બહાર જમીનમાં દબાણ અને કરાર આધારિત મકાન ખાલી નહીં કરવા સબબ તપાસના અંતે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધ્યો હતો.

ખેડૂત યોગેન્દ્રસિંહ ભાવસિંગ કેર ઉ.47 ની સંયુક્ત માલિકીની ખેતીની જમીન ચેલા ગામ ખાતા નંબર 269 જેના જુના સરવે નંબર 678 નવા સર્વે નંબર 556 આવેલી છે. જે વાડી ખેતીની જમીનમાં આરોપીઓએ છેલ્લા દોઢેક વર્ષથી ગેરકાયદે કબજો કરી તેમાં પાણી માટે નો બોર કરી તેમ જ બેલા ની હોડી બનાવીને ગેરકાયદે વીજ કનેક્શન લઈ જમીન પચાવી પાડી હતી.

હાલ કબજો ચાલુ રાખેલ હોય અને ફરિયાદી તેઓને આ જમીન ખાલી કરવા કહેતા જમીન ખાલી કરવા નહીં અને ગત તારીખ 4/1/2021 ના રોજ કહેવા છતાં ત્રણેય આરોપીએ ફરિયાદીને જેમતેમ અપશબ્દો આપી તેમજ આરોપી પૃથ્વીરાજસિંહ એ ફરિયાદીને ઝાપટ મારી ઇજા કરી હતી.તેમજ આરોપીઓએ કહેલ કે હવે પછી તું કે તારા દાદા જેસંગજી ના કોઈપણ વારસદાર આ જમીનમાં પગ મુકશો તો જીવતા રહેશો નહીં તેવી મારી નાખવાની ધમકી દીધી હતી અને એકબીજાએ ગુનામાં મદદગારી કરી હતી.

જ્યારે જમીનમાં ગેરકાયદે કબજો આરોપીઓએ ચાલુ રાખેલ હોય જેથી ફરિયાદીને જિલ્લા કલેકટરને સંબોધીને જમીન ખાલી કરાવવા બાબતે અરજી કરતાં લેન્ડ ગ્રેબિંગ સમિતિ જામનગર હજી અંગે તપાસ કરી પુરાવા એકત્ર કરીને હુકમ અનુસાર પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી.

જ્યારે આ બનાવ અંગે જિલ્લામાં રહેતા યોગેન્દ્રસિંહ ભાવસિંગ દ્વારા પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચેલા ગામ ના હેમતસિંહ માનસંગ કેર, કિશોરસિંહ હેમતસિંહ કેર, અને પૃથ્વીરાજસિંહ હેમતસિંહ કેર આ ત્રણેય વિરોધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 તથા ipc મુજબ ફરિયાદ કરવામાં આવી હતી જ્યારે ફરિયાદના આધારે આગળની તપાસ ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈ દ્વારા હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...