પંચવટી વિસ્તારમાં હજુર ગૌશાળા તરીકે ઓળખાતી જગ્યામાં પેશકદમી કરી માધાપર ભૂંગા વિસ્તારના દંપતીએ જગ્યા પચાવી પાડયાની પોલીસમાં ફરિયાદ જાહેર થયું છે. વાવા બેરાજા ગામના વૃદ્ધે 35 વર્ષ પૂર્વે ખરીદેલ જગ્યામાં દંપતીએ ઓરડી બાંધી, ફરતે ફેનસિંગ કરી પેશકદમી કર્યા બાદ વૃદ્ધને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાનું જાહેર થયું છે.
જામનગર તાલુકાના વાવ બેરાજા ગામના પ્રવિણસિંહ બનેસિંહ જાડેજાએ જામનગર શહેરમાં પંચવટી વિસ્તારમાં કોલોનીમા હજુર ગૌશાળાના નામે ઓળખાતી જગ્યા ભાણવડના કાંતાબેન અમ્રુતલાલ મહેતા પાસેથી વર્ષ 1985માં ખરીદી હતી. શહેરના જુના રેવન્યુ સર્વે નં-૧/જી/૪ પ્લોટ નં-૯૩/૧ વાળી સીટી સર્વે નં-૨૭૦૬/૧ શીટ નં-૧૧૨ તથા સતા પ્રકાર “સી” વાળી ૧૮૧.૪૫ ચોમી જગ્યાનો મિલ્કત વેચાણ દસ્તાવેજ કરાવ્યો હતો.
રૂપિયા 39 હજારમાં ખરીદેલ આ જગ્યા પર જામનગર બેડેશ્વર વિસ્તારના માધાપર ભૂંગામા રહેતા દંપતી અનવરભાઇ દાઉદભાઇ સંધાર તથા રોશનબેન અનવરભાઇ સંધાર રહે, બંન્ને જુમ્મા મસ્જીદની બાજુમા માધાપૂર ભુંગા વાળાએ ગેરકાયદે પ્રવેશી પચાવી પાડી હતી. આ ખુલ્લા પ્લોટમા આરોપીઓએ પેશગી કરી, મિલ્કત પચાવી પાડવાના ઇરાદે તેમા ફેન્સીંગ કરી, કોઇપણ પ્રકારની મંજુરી વગર કાચી ઓરડી બનાવેલ હતી. જેને લઈને માલિક વૃદ્ધે કબ્જો ખાલી કરવાનુ કહેતા કબ્જો ખાલી નહી થાય એમ કહી દંપતીએ ખોટા કેસમા ફસાવી દેવાની ધમકી આપી હતી.જેને લઈને વૃદ્ધડ માલિકે આ બનાવ અંગે સીટી બી ડિવિજનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દંપતી સામે ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધિત) વિધેયક-૨૦૨૦ની કલમ-૨(ચ),૪(૨),૫(ગ) મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.