તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:જામનગરમાં જમીન પચાવી પાડયાની દંપતિ સામે ફરિયાદ

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેરકાયદે કબજો જમાવી ઓરડી બનાવી

જામનગરના પંચવટી સોસાયટી વિસ્તારમાં કિંમતી જમીનમાં પેશકદમી કરી પચાવી પાડયાની વાવ બેરાજાના ખેડુતએ માધાપુર ભુંગામાં રહેતા દંપતિ સામે નોંધાવી છે. જે જગ્યામાં ગેરકાયદે કબજો જમાવ્યાનું ખુલતા પોલીસે લેન્ડ ગ્રેબિ઼ગ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

જામનગર નજીક વાવ બેરાજા ગામે રહેતા અને ખેતીકામ કરતા પ્રવિણસિંહ બનેસિંહ જાડેજા નામના ખેડુત વૃધ્ધે તેની શહેરના પંચવટી સોસાયટી વિસ્તારમાં ગૌશાળા પાસે 181 ચો.મી. જેટલી જગ્યા ગત તા.3/10/1985ના રોજ ભાણવડના કાંતાબેન અમૃતલાલ મહેતા પાસેથી વેચાણ દસ્તાવેજની ખરીદી હતી.જે જમીન પર માધાપુર-ભુ઼ગાના અનવર દાઉદભાઇ સંધાર અને તેના પત્ની રોશનબેન અનવરભાઇ સંધારે ગેરકાયદે પ્રવેશ કરી ફેન્સીંગ અને કાચી ઓરડી પણ બનાવી લીઘી હતી,જે જગ્યા ખાલી કરવાનુ કહેતા ખાલી નહી કરી કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હોવાની પોલીસમાં અરજી કરાઇ હતી.

જેમાં પોલીસે તપાસ હાથ ધર્યા બાદ આ મામલે વિધિવત ફરીયાદ નોંધાઇ છે.આ બનાવ અંગે ખેડુત પ્રવિણસિંહની ફરીયાદ પરથી સીટી બી પોલીસે અનવર સંધાર અને તેના પત્ન્ી સામે લેન્ડ ગ્રેબિ઼ગ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...