તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જામનગરમાં જાહેરનામાના ભંગ બદલ ચાર બેંકના મેનેજર સામે ફરિયાદ, 50 ટકાથી વધુ સ્ટાફ હાજર રખાતા ફરિયાદ

જામનગર2 મહિનો પહેલા
  • પોલીસે લગ્નની વાડી, બેંક સહિતની કચેરીઓમાં ચેકીંગ હાથ ધર્યું

જામનગરમાં કોરોના સંક્રમણને રોકવા માટે પોલીસ દ્વારા રસ્તા પર ચેકીંગ અવિરત રાખી ગઈ કાલે બંધ બારણે ઓફીસ, બેંકો,પાનની દુકાન, ચા ની હોટલ, ઠંડા પીણાની દુકાન પર કાર્યવહી કરવામાં આવી હતી.

જેમાં એલ.સી.બી., એસ.ઓ.જી અને પેરોલ ફલો સ્કોડ પોલીસ દ્વારા વાહનો ઉપર જાહેરનામા ભંગ અંગના-22 કેસ કરવામાં આવ્યા હતા.કોરોના વાઈરસને વૈશ્વિક મહામારીને નાથવા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા અનુસંધાને પોલીસ અધિક્ષક દિપન ભદ્રનની સૂચના મુજબ એલ.સી.બી, એસ.ઓ.જી, પેરોલ ફલો સ્કોડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કાર્યવાહી અનુસંધાને એલસીબીની ટીમે બેંકોમા 50% કરતા વધુ સ્ટાફ હાજર રાખવાના નિયમની ચકાસણી કરી હતી. જેમાં જોગર્સપાર્ક પાસે આવેલ બંધન બેન્ક,ફેડરલ બેન્ક, ડીસીબી બેન્ક સીટી યુનિયન બેન્ક ના મેનેજર અનુક્રમે રવિ કાંતિભાઈ પાધડા, મેઘા હસમુખ શાહ, બ્રિજેશ સનતભાઈ ટેવાણી, શાયંતભાઇ કુંતલભાઇ લહે ધંધો નોકરી રહે. લક્ષ્મી એપાર્ટમેન્ટ, બ્લોક નંબર 203, પાર્ક કોલોની, જામનગર વિરૂધ્ધ જાહેરનામા ભંગ ના અલગ અલગ 04 કેસો કરવામા આવ્યા હતા.

આ ઉપરાંત પબ્લીક ટ્રાન્સપોર્ટમાં પરિવહન ક્ષમતાના 50% કરતા વધુ પેસેંજરો બેસાડી જાહેરનામા ભંગકરનાર વાહન ચાલક વિરૂધ્ધ જાહે૨નામા ભંગના -05 કેસો કરવામાં આવેલ છે. તેમજ પાનની દુકાન,ચાની દુકાન-હોટલ,વાણંદની દુકાનો, ઠંડા પીણાની દુકાનો,ખાણી-પીણીની દુકાનો, રેકડી તથા માસ્ક પહેરેલ વગર ના જાહેરનામા ભંગ ના કરનાર ઇસમો વિરૂધ્ધ -13 કેસો કરવામાં આવેલ છે.

તદઉપરાંત લગ્ન પ્રસંગ દરમિયાન જાહેરનામાનો કડકપણે અમલ થવા માટે તમામ લગ્ન પ્રસંગ સ્થળો, વાડી, લગ્ન પ્રસંગો ઉપર એલ.સી.બી., એસ.ઓ.જી,પેરોલ ફર્લો સ્કોડ દ્વારા સઘન ચેકીંગ કરી, જાહેરનામાનો ભંગ કરનાર માણસો વિરૂધ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...