તપાસ:સચાણામાં બળજબરીથી માલ લઈ જવા અંગે 7 સામે ફરિયાદ

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝાપટ મારી જથ્થો પોતાના વાહનમાં લઈ ગયા
  • મોટાભાઈ​​​​​​​ પાસે પૈસા માંગતા હોય, મચ્છી પડાવી

જામનગર તાલુકાના સચાણા ગામમાં પૈસાની ઉઘરાણીના મામલે ગુરૂવારે યુવાન પાસેથી રૂા.80 હજારની કિંમતનો માછલી ભરેલા કેરેટનો જથ્થો બળજબરીથી લઈ જવામાં અવતાં 7 શખસો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતા અલ્તાફ સલીમભાઈ ક્કલએ આજે પોલીસ માં એવી ફરિયાદ નોંધાવી હતી કે, પોતાના વાહનમાં ભરેલ માછલી નો જથ્થો અને માછલી ભરવાના કેરેટ વગેરે મળી કુલ રૂ. 80 હજાર ની કિંમતોનો જથ્થો સચાણા ગામના જ અહેમદ મુસાભાઇ સોઢા, હસન અહેમદ સોઢા, મામદ હુસેન સોઢા, નયુમ અહેમદ સોઢા, મુબારક ઇકબાલભાઈ સંઘાર, નુરમામદ ઈકબાલભાઈ સંઘાર અને ઇશાક હુસેનભાઇ સોઢા નામના શખસો બળજબરીથી પોતાના વાહનમાં ભરીને લઇ ગયા હોવાનું પંચકોશી એ ડિવિઝન પોલીસમાં જાહેર કર્યું છે.

આરોપી અહેમદ મુસાભાઇ સોઢાની ફરિયાદી અલ્તાફ કક્કલના મોટા ભાઈ પાસેથી 90 હજાર રૂપિયાની રકમ લેણી નીકળતી હતી. જેની ઉઘરાણી માટે અલ્તાફને સચાણા ગામમાં માછલીઓનો જથ્થો વાહનમાં ભરીને જતા હતા. ત્યારે રોકવામાં આવ્યા પછી એક આરોપી મામદ હુસેને અલ્તાફને ફડાકા ઝીંકી દીધા હતા અને માછલી સહિતનો જથ્થો અલ્તાફની ગાડીમાંથી ઉતરીને પોતાની બોલેરો વાહન લઇને તમામ આરોપીઓ નાસી ગયા હતા. આ બનાવ અંગે અલ્તાફ કક્કલની ફરિયાદના આધારે પોલીસે તમામ 7 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...