તપાસના ચક્રો ગતિમાન:મીઠાપુર પાસે ઝઘડો કરનારને સમજાવતા સંચાલકને ધમકી; ઝાપટ મારી, પેટ્રોલ પંપ સળગાવી દેવાની ધમકીની 1 સામે ફરિયાદ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા પંથકના મીઠાપુર પાસે પેટ્રોલ પંપ ધરાવતા આસામીને ગાલ પર ઝાપટ ઝીંકી જાનથી મારી નાખવાની અને પેટ્રોલ પંપ સળગાવી દેવાની ધમકી ઉચ્ચાર્યાની ફરીયાદ મીઠાપુરના શખસ સામે નોંધાઇ છે. ભોગગ્રસ્તના પંપે આરોપી ગ્રાહકો સાથે ઝઘડો કરતા તેને સમજાવવા જતા ધમકી ઉચ્ચર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે. આ બનાવની વેપારીની ફરિયાદના આધારે મીઠાપુર પોલીસે સ્થાનિક શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર ઓખામાં જવાહર રોડ પર રહેતા અને પેટ્રોલપંપ ધરાવતા સુભાષભાઇ ચુનીલાલ ભાયાણી નામના વેપારીએ પોતાને ઝાપટ મારી જાનથી મારી નાખવાની તથા પેટ્રોલપંપ સળગાવી દેવાની ધમકી આપ્યાની ફરીયાદ સ્થાનિક પોલીસ મથકમાં મહિપત ઉર્ફે કાયડી (રે.મીઠાપુર) સામે નોંધાવી છે.ફરીયાદીના આનંદ પેટ્રોલ પંપે આરોપી ગ્રાહકો સાથે ઝઘડો કરતો હતો જેને સમજાવવા જતા આરોપીએ ફરીયાદીને ગાલ પર ઝાપટ મારી ધમકી આપ્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે. આ બનાવની વેપારીની ફરીયાદના આધારે મીઠાપુર પોલીસે ગુનો નોંધી હુમલાખોરને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...