જામનગરમાં વલ્લભકુળમાં યજ્ઞોપવિત પ્રસ્તાવ ઉત્સવનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે ભવ્ય રાસોત્સવ અને ભકિત સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ ભાગ લીધો હતો. ખાસ કરીને મહિલાઓએ પરંપરાગત ગામઠી વસ્ત્રમાં સજજ થઇને રાસની રમઝટ બોલાવી હતી.
જામનગરની પુષ્ટિ સંપ્રદાય મોટીહવેલીના ગાદિપતિ પૂ.પા.ગો 108 હરિરાયજી મહારાજના પુત્ર પૂ.પા.ગો. વલ્લભરાયજી મહોદયના દ્વિતિય આત્મજ પૂ.પા.ગો. પ્રેમાદ્રરાયજી (ચિ. પિતાંબરજી) તથા દોહિત્રા અ.સૌ. રૂચિરાજા-બેટીજી તથા અખિલેશજી ચક્રવર્તિના પુત્ર ચિ. અભિનવકુમાર અ.સૌ. નિલમરાજા-બેટીજી તથા ચંદ્રમોહનજી શર્માના પુત્ર ચિ. દક્ષકુમાર તેમજ અ.સૌ. હેમાંગીરાજા-બેટીજી તથા મનિષજી કરંજીના પુત્ર ચિ. આયુષકુમારનો શુભ યજ્ઞોપવિત પ્રસ્તાવ આગામી સં. 2079 (ગુર્જર સંવત 2078) વૈશાખ સુદ 10- તા. 11 મે 2022 બુધવારના દિવસે મેહુલનગર એક્સચેન્જ રોડ પર શ્રીજી મેરેજ હોલ પાછળના મેદાનમાં જામનગર મુકામે નિર્ધારીત કરવામાં આવેલા છે.
આ યજ્ઞોપવિત ઉત્સવ પ્રસંગે ભવ્ય રાસોત્સવ અને ભકિત સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ ભાગ લીધો હતો. ખાસ કરીને મહિલાઓએ પરંપરાગત ગામઠી વસ્ત્રમાં સજજ થઇને રાસની રમઝટ બોલાવી હતી. મંગળવાર તા. 10 ના રોજ કુલદેવતા સ્થાપન અને વૃધ્ધિની સભાનું 11 કલાકે આયોજન કરાયું છે. જ્યારે સાંજે 7 કલાકે બિનેકી એટલે કે, પ્રોસેશન પ્રસ્તાવ સ્થળ મેહુલનગર ટેલિફોન એક્સચેન્જ પાસે શ્રીજી મેરેજ હોલ પાછળના મેદાનથી નિકળી કૃષ્ણનગર મેઇન રોડ, બ્રાહ્મણ બોર્ડિંગ, જેકુરબેન સોની કન્યા વિદ્યાલય, જનતા ફાટકથી એરફોર્સ ગેઇટ થઇ સત્યમ કોલોની રોડથી પ્રસ્તાવ સ્થળ પર પરત જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.