તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા શરૂ:જામનગર શહેરમાં DVK કોલેજમાં એમ.કોમ સેમેસ્ટર-4 પરીક્ષાનો પ્રારંભ

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એમ.કોમ સેમેસ્ટર-4ની પરીક્ષા પાંચ દિવસ ચાલશે
  • પરીક્ષા ઓફલાઈન રાખવામાં આવી છે જેમાં 219 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા

જામનગરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા આયોજિત એમ.કોમ સેમેસ્ટર-4ની પરીક્ષા પ્રારંભ થઈ છે. જે જામનગરની ડી.કે.વી આર્ટસ અને સાયન્સ કોલેજમાં નવ જેટલા બ્લોક તૈયાર કરાયા છે. જેમાં આજે 219 જેટલા વિદ્યાર્થીઓએ કોરોનાની બીજી લહેરની પૂર્ણતાના આરે છે પછી ઓફલાઈન પરીક્ષા આપી છે.

જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા આયોજિત એમ.કોમ સેમેસ્ટર-4ની પરીક્ષા નું આયોજન તા.8-7-2021 થી શરૂ કરવામાં આવ્યું છે. જેમાં DVK આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં નવ જેટલા બ્લોકમાં 219 જેટલા વિદ્યાર્થીઓએ ત્રણ દિવસથી પરીક્ષા આપવાનું શરૂ કર્યું છે.

આ પરીક્ષાઓ પાંચ દિવસ ચાલનારી હોય તેમાં આજે ત્રીજા દિવસે 219 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે આ પરીક્ષા પાંચ દિવસ ચાલનારી હોય છે જેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોરોના નિયમોના પાલન સાથે કોરોના ની બીજી લહેર બાદ પ્રથમ વખત ઓફલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોરોનાની તમામ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે તેમજ વિદ્યાર્થીઓએ પણ વેક્સિન મેળવી લીધી છે ત્યાર પછી જ પરીક્ષા આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...