રમતવીરોમાં ખુશી:ખેલ મહાકુંભની શહેર અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો પ્રારંભ

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચેસ, યોગાસન, કબડ્ડી, ખોખો, રસ્સ્સાખેચ, વોલીબોલ સ્પર્ધાઓમાં તાલુકા અને ઝોન કક્ષાના વિજેતા રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જામનગર સંચાલિત ખેલ મહાકુંભ-2022ની જામનગર જિલ્લાનાં તાલુકા કક્ષાની ચેસ,યોગાસન,કબ્બડી,ખોખો,રસ્સ્સાખેચ,વોલીબોલ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ ખેલાડીઓની જામનગર જિલ્લા કક્ષાની સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

જેમાં કબડ્ડી ભાઈઓ-બહેનોની સ્પર્ધા સાઈ માધ્યમિક શાળા જોડિયા , વોલીબોલ બહેનોની સ્પર્ધા સૈનિક સ્કૂલ બાલાચડી, ચેસ ભાઈઓ-બહેનોની સ્પર્ધા કન્યા શાળા હડિયાણા, રસ્સાખેચ ભાઈઓ-બહેનોની સ્પર્ધા વિજાપુરા વિદ્યા સંકુલ સીદસર , ખો-ખો ભાઈઓ-બહેનોની સ્પર્ધા જે.પી.એસ.સ્કૂલ કાલાવડ, વોલીબોલ ભાઈઓની સ્પર્ધા સાઈ માધ્યમિક શાળા જોડિયા, યોગાસન ભાઈઓ-બહેનોની સ્પર્ધા વિજાપુરા વિદ્યા સંકુલ સીદસર ખાતે યોજાઇ હતી.

આ સાથે જ જામનગર શહેરની ઝોન કક્ષાની ચેસ, યોગાસન, કબ્બડી, રસ્સખેચ, વોલીબોલ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ ખેલાડીઓની જામનગર શહેર કક્ષાની સ્પર્ધાનો પણ પ્રારંભ કરાયો હતો. જેમાં વોલીબોલ ભાઈઓની સ્પર્ધા ભવન્સ એ.કે.દોશી વિદ્યાલય, ચેસ ભાઈઓ-બહેનોની સ્પર્ધા હરિયા કોલેજ, યોગાસન ભાઈઓ-બહેનોની સ્પર્ધા સજુબા ગર્લ્સ હાઇસ્કુલ, કબડ્ડી ભાઈઓની સ્પર્ધા પ્રણામી હાઇસ્કુલ મેદાનમાં, વોલીબોલ બહેનોની સ્પર્ધા નેશનલ હાઇસ્કુલમાં, રસ્સાખેચ ભાઈઓ-બહેનોની સ્પર્ધા ક્રિકેટ બંગલા મેદાનમાં, કબડ્ડી બહેનોની સ્પર્ધા શાળા નં.31 માં મેદાનમાં યોજાઇ હતી.

જેમાં જિલ્લા રમત ગમત અધિકારી નીતાબેન વાળા, પ્રાંત યુવા વિકાસ અધિકારી ભરતભાઈ પરમાર, પ્રાંત યુવા વિકાસ અધિકારી હિતેશકુમાર વાળા ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાઓમાં જામનગર શહેરના રમતવીરો ઉમંગ અને ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...